IND vs ENG T20i India Squad Announced : ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી પાંચ ટી 20 મેચની શ્રેણીની શરૂઆત થશે
- IND vs ENG, T20 Series 2025
ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરીથી રમાનારી પાંચ મેચની સિરીઝ માટે મોહમ્મદ શમીની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. તે છેલ્લે નવેમ્બર 2023માં ભારતીય ટીમ તરફથી રમ્યો હતો. ઘૂંટણની ઈજાને કારણે તે 1 વર્ષ સુધી મેદાનથી દૂર રહ્યો હતો. તેની 14 મહિના પછી ભારતીય ટીમમાં વાપસી થઇ છે. આ શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે અક્ષર પટેલને મોટી જવાબદારી આપતા વાઇસ કેપ્ટન બનાવ્યો છે.
ભારતીય ટીમની પણ પસંદગી કરવામાં આવી હતી
આ બેઠકમાં ઇંગ્લેન્ડ સામે 22 જાન્યુઆરીથી શરૂ થનારી ટી20 શ્રેણી માટે પણ ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. શમી ઓડીઆઈ વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી ભારતીય ટીમની બહાર હતો
શમીને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી
અમદાવાદમાં ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ પગની ઘૂંટીની ઈજાને કારણે શમી બહાર થઈ ગયો હતો. આ પછી શમી ઈજાગ્રસ્ત થયો હતો. હાલમાં જ તે રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી રમતા જોવા મળ્યો હતો. જોકે, ઘૂંટણમાં સોજાને કારણે તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માંથી બહાર થઈ ગયો હતો.
ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
ટી-20 સીરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે
- ટી20 સીરીઝની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે.
- બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
- સીરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
- ચોથી T20 31 જાન્યુઆરીએ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
- પાંચમી T20 2 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
- તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6:30 કલાકે થશે.