IND vs ENG 1st ODI: ઇંગ્લેન્ડે પહેલી વન-ડે માટે 24 કલાક પહેલા જ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી હતી.
IND vs ENG 1st OD
IND vs ENG 1st ODI Playing 11: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયા તેની છેલ્લી સિરીઝ ઈંગ્લેન્ડ સામે રમવાની છે. જેની શરૂઆત આજથી નાગપુરમાં થવા જઈ રહી છે. આ સિરીઝમાં બંને ટીમો વચ્ચે 3 વનડે મેચ રમાવાની છે. ત્યારે આ ટૂર્નામેન્ટ પહેલા બંને ટીમો પોતાની તૈયારીઓને આખરી આપશે.
આજે 6 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટોસ 1 વાગ્યે થશે. ત્યારે જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11, હેડ-ટૂ-હેડ રેકોર્ડ, પિચ રિપોર્ટ અને વેધર ફોરકાસ્ટ.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી વનડે ગુરુવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમે વિરોધી ટીમ સામે 5 મેચની T20 શ્રેણી 4-1થી જીતીને પોતાની તાકાત બતાવી દીધી છે. આ શ્રેણી બંને ટીમો માટે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 19 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યું છે. ઇંગ્લેન્ડે પહેલી વન-ડે માટે 24 કલાક પહેલા જ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી હતી. ટીમમાં 6 નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત કેટલાક અન્ય ખેલાડીઓ ટીમમાં પાછા ફર્યા છે.
ભારતીય ટીમ આ પ્લેઇંગ ઇલેવન સાથે પ્રથમ વનડેમાં મેદાનમાં ઉતરી શકે છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબરે આવશે. આ પછી શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર મેદાનમાં ઉતરશે. વરુણ ચક્રવર્તીને પણ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ભારત નાગપુર વનડેમાં બે ઝડપી બોલરો, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી સાથે પ્રવેશ કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 107 વનડે રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયા 58 વનડે જીતવામાં સફળ રહી છે જ્યારે ઇંગ્લેન્ડે 44 મેચ જીતી છે.
પીચ રિપોર્ટ
નાગપુરની પીચ સામાન્ય રીતે સ્પિનરો માટે યોગ્ય છે. હવે ભારતમાં ઉનાળાની ઋતુ શરૂ થવાની છે. આવી સ્થિતિમાં પીચ સૂકી રહેશે અને ઉચ્ચ સ્કોરિંગ મેચ જોવા મળશે નહીં. ભારતે તાજેતરના સમયમાં વનડેમાં પોતાના બેસ્ટ સ્પીન બોલરો ઉતાર્યા છે. ઇંગ્લેન્ડે તેના પ્લેઇંગ ઇલેવનમાં ફક્ત એક જ નિષ્ણાત સ્પિનર આદિલ રશીદને તક આપી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ નાગપુરમાં રમાશે. ગુરુવારે અહીં મહત્તમ દિવસનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વેબસાઇટ AccuWeather અનુસાર, સાંજે તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની પહેલી વન-ડેનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર થશે. ટી20 મેચો પહેલા સાંજે 7 વાગ્યે શરૂ થતી હતી પરંતુ વનડે મેચોમાં સમય બદલાઈ ગયો છે. વન-ડે મેચો બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1 વાગ્યે થશે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.