IND vs AUS Champions Trophy 2025: Semi Final આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો વનડેમાં હેડ-ટૂ-હેડ રેકોર્ડ

IND vs AUS 1st Semi Final Match

ND vs AUS Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સેમિ ફાઇનલ મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 વાગ્યે શરુ થશે. બપોરે 2.00 વાગે ટોસ થશે.

આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે હેડ-ટુ-હેડ રેકોર્ડ, પિચ રિપોર્ટ, હવામાનની જાણકારી, લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ સહિતની તમામ માહિતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૧ વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૮૪ મેચ જીતી છે, જ્યારે ભારતે ૫૭ મેચ જીતી છે

IND vs AUS 1st Semi Final Match

Champions Trophy 2025:આજે ચેમ્પિયન્સ ટ્રૉફી સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમનેસામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. વળી, ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ સરળ નહીં હોય. હકીકતમાં, આંકડા દર્શાવે છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI ફોર્મેટમાં સંઘર્ષ કરી રહી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સેમિ ફાઇનલ મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30 વાગ્યે શરુ થશે. બપોરે 2.00 વાગે ટોસ થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ 18 ચેનલો પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જ્યારે JioHotstar પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો

ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ શું છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૧ વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૮૪ મેચ જીતી છે, જ્યારે ભારતે ૫૭ મેચ જીતી છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ODI ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ સામે ટોચ પર રહ્યું છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વાર આમને-સામને થયા છે. ભારતીય ટીમે બંને વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. વળી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment