આઈસીસી વન ડે રેન્કિંગ : રોહિત શર્માને ફાયદો, આ ભારતીય પ્લેયરની ટોપ 3 માં એન્ટ્રી વિરાટ કોહલીને નુકસાન

આઈસીસી વન ડે રેન્કિંગ

આઈસીસી વન ડે રેન્કિંગ: શુભમન ગિલ આઇસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન પ્લેયર તરીકે યથાવત્ છે. બીજી તરફ રોહિત શર્માએ રેન્કિંગમાં

આઈસીસી વન ડે રેન્કિંગ

આઈસીસી વન ડે રેન્કિંગ :ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગિલ આઇસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન પ્લેયર તરીકે યથાવત્ છે. બીજી તરફ રોહિત શર્માએ રેન્કિંગમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 76 રન ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ થયો હતો. તે રેન્કિંગમાં નંબર 3 પર પહોંચી ગયો છે.

બીજી તરફ વિરાટ કોહલી સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યા બાદ 3 નંબર પર પહોંચી ગયો હતો. જોકે ફાઇનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે 1 રન બનાવી આઉટ થયો હતો. આથી તે પાંચમા સ્થાને આવી ગયો છે. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ અને દક્ષિણ આફ્રિકાનો હેનરિક ક્લાસેન અનુક્રમે બીજા અને ચોથા નંબર પર છે

ટોપ 10 બેટિંગ રેન્કિંગમાં ભારતના ચાર ખેલાડીઓ સામેલ છે. જેમાં શુભમન ગિલ( 1 ) રોહિત શર્મા વિરાટ (2 ) કોહલી (5) અને શ્રેયસ ઐયર (8)નો સમાવેશ થાય છે.

ટોપ-3માં કુલદીપ યાદવની એન્ટ્રી

બોલર્સની વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 2 વિકેટ ઝડપનાર કુલદીપ યાદવે ટોપ-3માં એન્ટ્રી કરી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 10માં સ્થાને પહોંચી ગયો છે.

ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોના રેન્કિંગમાં પણ સુધારો

ફાઈનલ બાદ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. ડેરિલ મિશેલને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે 6 નંબર પર પહોંચી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાદ રચિન રવિન્દ્રને 14 સ્થાનનો ફાયદો થયો છે અને તે 14માં સ્થાને પહોંચ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેને 6 સ્થાનનો ફાયદો થયો છે અને તે આઈસીસી રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. જોકે બોલિંગ રેન્કિંગમાં શ્રીલંકાના ઓફ સ્પિનર મહેશ તિક્ષ્ણા ટોચના સ્થાને છે.

રચિન રવિન્દ્રને ઓલરાઉન્ડર રેન્કિંગમાં ફાયદો

કિવી ખેલાડીઓને બેટિંગ અને બોલિંગ ઉપરાંત ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. સેન્ટનરને 1 સ્થાનનો ફાયદો થયો છે અને તે ચોથા સ્થાને પહોંચ્યો છે. માઈકલ બ્રેસવેલ સાતમા ક્રમે પહોંચી ગયો છે. ફાઇનલમાં ભારત સામે બોલ સાથે પ્રભાવશાળી પ્રદર્શન કર્યા બાદ રચિન પણ નંબર 8 પર પહોંચી ગઈ છે. તેને 8 સ્થાનનો ફાયદો થયો છે.

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment