જ્ઞાન સહાયક ભરતી 2024: ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના”

જ્ઞાન સહાયક ભરતી 2024

જ્ઞાન સહાયક ભરતી 2024: શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે

જ્ઞાન સહાયક ભરતી 2024: શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

જ્ઞાન સહાયક ભરતી 2024

પોસ્ટ : જ્ઞાન સહાયક (અનુદાનિત પ્રાથમિક)

માસિક ફિક્સ પગાર : 21,000/-

વય મર્યાદા : 40 વર્ષ

ઉમેદવારે ઓનલાઇન અરજી https://pregyansahayak.ssagujarat.org/વેબસાઇટ પર જઇ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

જ્ઞાન સહાયક ભરતી 2024
જ્ઞાન સહાયક ભરતી 2024

આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

આ પણ ખાસ વાંચો:

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઓનલાઇન અરજી કરવાની તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ગુરુવાર (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ગુરુવાર (૨૩:૫૯ કલાક સુધી).

Join WhatsApp

Join Now

Leave a Comment