ગુંદરના લાડવા : જાણો ગુંદરના લાડવા બનાવવાની સરળ રીત

ગુંદરના લાડવા

ગુંદરના લાડવા: મિત્રો હાલ શિયાળાની શરૂઆત થઇ ગઈ છે, અને દરેકના ઘરમાં લાડુ બનતા હોય છે જેને આપણે પાકના લાડુ અથવા તો ગુંદરના લાડુ તરીકે ઓળખીએ છીએ, તો ચાલો આજે અમે તમને એકદમ સરળ રીત જાણવા જઈ રહ્યા છીએ જે તમને એકદમ સ્વાદિષ્ટ લાગશે.

ગુંદરના લાડવા: શિયાળામાં ગુંદરના લાડવા ખાવા એ આપણા શરીર માટે ઘણા ઉપયોગી છે, જે આપણા શરીરને તંદુરસ્ત અને શરીરને મજબુત બનાવે છે. તેમાં પણ જો મેથી નાખીને બનાવવામાં આવે તો તે ખુબજ હેલ્થી છે. તો આપણે જોઈશું કે આ સરસ મજાના ગુંદરના લાડુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી ની જરૂરિયાત પડશે.

ગુંદરના લાડવા બનાવવા માટેની સામગ્રી

  • ધી 250 ગ્રામ
  • ઘઉં નો લોટ 2 કપ ઘઉંનો કરકરો લોટ કપ
  • ગોળ 250 ગ્રામ
  • સૂકા નારિયળ નું છીણ 50 ગ્રામ
  • ગુંદર 150 ગ્રામ
  • કાજુ 50 ગ્રામ
  • બદામ 50 ગ્રામ
  • પિસ્તા 50 ગ્રામ
  • અખરોટ 50 ગ્રામ
  • સુઠ પાવડર 1 ચમચી
  • એલચી પાવડર 1/2 ચમચી
  • જાયફળ પાવડર 1/4 ચમચી
  • આમાં તમે તમારા મન મુજબ થોડી મેથી પણ નાખી શકશો.
ગુંદરના લાડવા
ગુંદરના લાડવા

ગુંદરના લાડવા બનાવવાની રીત

ગુંદર ના લાડવા બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો, હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો, હવે ગરમ ઘી માં થોડો ગુંદર નાખી ગોલ્ડન કલર થાય એ રીતે તળી લેવો આમ થોડો થોડો કરી બધો જ ગુંદર ગોલ્ડન કલર થાય એ રીતે તળી લેવો.

હવે તળેલા ગુંદરને એક બાજુ મૂકી દેવો, હવે કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા અને અખરોટ ના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લેવા. ધ્યાન રાખવું કે તે બળવાના જોઈએ.

ત્યાર બાદ હવે ફરીથી કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાંખી ધીમા તાપે 3-4 મિનિટ શેકીલો. શેકેલા નારિયેળના છીણ ને ડ્રાય ફ્રુટ વાળા વાસણમાં કાઢીને મૂકી રાખો, હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘી ને બરોબર ગરમ કરો.

ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટને નાખી ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને 4-5 મિનિટ હલાવતા જેથી લોટ બળી ના જાય, શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તળી રાખેલ ગુંદર, ડ્રાય ફ્રુટને નારિયળના છીણ સાથે નાખી બરોબર મિક્સ કરો.

હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમા તાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો, હવે જે ઓગળેલા ગોળ ને લોટ ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીને બરોબર મિક્સ કરો.

બધું બરોબર મિક્સ થઈ જાય એટલે તેમે તેને ગોળ લાડુ પણ બનાવી શકશો અથવા તો એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી નાખી વાટકા વડે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રૂટ છાટી ને દબાવી દયો અને ચાકુ વડે કાપા પડી ઠંડુ થવા દો, ઠંડુ થઈ જાય એટલે ચાકુ થી પીસ કરી પીસ કાઢી લો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લો

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment