ગુજરાત વિદ્યાપીઠ ભરતી : અમદાવાદમાં નોકરી શોધી રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે ગુજરાત વિધાપીઠ દ્વારા કુલ સચિવ અને ફાયનાન્સ ઓફિસર પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ માંગવામાં આવી છે.
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
ગુજરાત વિદ્યાપીઠ ભરતી
સંસ્થા | ગુજરાત વિદ્યાપીઠ |
પોસ્ટ | કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસર |
જગ્યા | 2 |
વય મર્યાદા | 57 વર્ષથી વધારે નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20-12-2024 |
ક્યાં અરજી કરવી | https://www.gujaratvidyapith.org/pages/recruitments |
શૈક્ષણિક લાયકાત:
કુલસચિવ
- શૈક્ષણિક લાયકાતઃ- કોઈપણ માસ્ટર ડિગ્રીમાં ઓછામાં 55 ટકા મેળવેલા હોવા જોઈએ
- અનુભવઃ- આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ
- વય મર્યાદાઃ- ઉમેદવારની ઉંમર 57 વર્ષથી વધારે ન હોવી જોઈએ
ફાઈનાન્સ ઓફિસર
- શૈક્ષણિક લાયકાતઃ- માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા મેળવેલા હોવા જોઈએ
- અનુભવઃ- આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઓછામાં ઓછા 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- વયમર્યાદાઃ- 57 વર્ષથી ઓછી ઉંમર
આ પણ ખાસ વાંચો:
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારો પહેલા ગુજરાત વિદ્યાપીઠની https://www.gujaratvidyapith.org વેબસાઈટ ઓપન કરવી
- જ્યાં રિક્રૂટમેન્ટ ઉપર ક્લીક કરવાથી ભરતીની માહિતી ઓપન થશે
- આ પેજમાં એપ્લાઈ ઓનલાઈનનું બટ દેખાશે તેના ઉપર ક્લિક કરવી
- જી મેઈલ સાથે રજીસ્ટ્રેન કર્યા બાદ ફોર્મમાં માંગેલી માહિતી ભરવી
- ફાઈનલ સબમીટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી.
ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.