HomeSarkari Yojanaગુજરાત વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર આપી રહી છે 1,10,000 રૂપિયા...

ગુજરાત વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર આપી રહી છે 1,10,000 રૂપિયા જાણો કેવી રીતે કરશો અરજી

ગુજરાત વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર દીકરીઓના જન્મ પર આપી રહી છે 1,10,000 રૂપિયા, શું છે વ્હાલી દીકરી યોજના, કેવી રીતે કરવી અરજી?

ગુજરાત વ્હાલી દીકરી યોજના : ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે, તા. 02.08.19 કે તે પછી જન્મેલ દીકરીઓ પ્રથમ ત્રણ સંતાનો પૈકી ની તમામ દીકરીઓ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિઓને લાભ મળવા પાત્ર દંપતિની વાર્ષિક આવક રૂ.2,00,000 થી વધુ ન હોવી જોઈએ.

રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારે સમાજમાં મહિલાઓની સ્થિતિ સુધારવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ અમલમાં મુકેલી છે. એવીજ રીતે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતની યુવા પેઢીના લાભાર્થે ગુજરાત વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. જેની તમામ માહિતી આપણે આ લેખથી જાણીશું.

આ યોજના દ્વારા ગુજરાતી છોકરીઓને તેમના લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય મળશે. વ્હાલી દીકરી યોજના માટે પાત્ર યુવતીઓને એક લાખ રૂપિયાથી વધુની સહાય મળશે. આ યોજના વિશેની જાણકારી અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in પર જોઈ શકાય છે.

આ પણ ખાસ વાંચો:

ગુજરાત વ્હાલી દીકરી યોજના

ગુજરાત વ્હાલી દીકરી યોજના ક્યાં લાભ મળવા પાત્ર છે?
  • આ યોજનાનો લાભ ત્રણ હપ્તામાં કુલ રૂ.1,10,000/- પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4,000/- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.6,000 / દીકરીની 18 વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.1,00,000/-ની સહાય.

ગુજરાત વ્હાલી દીકરી યોજના યોજના માટે પાત્રતા શું છે?

ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે, તા. 02.08.19 કે તે પછી જન્મેલ દીકરીઓ પ્રથમ ત્રણ સંતાનો પૈકી ની તમામ દીકરીઓ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિઓને લાભ મળવા પાત્ર દંપતિની વાર્ષિક આવક રૂ.2,00,000 થી વધુ ન હોવી જોઈએ.

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે?

1. લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
2. માતા પિતા નાઆધાર કાર્ડ
3. માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
4. માતા પિતાની કુલ વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
5. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
6. નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
7. અરજદારના રેશનકાર્ડ ની નકલ
8. લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્કખાતાની પાસબુકની નકલ
9. લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
10. લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ

ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે અરજી કઈ રીતે કરવી?

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

બિઝનેશ