Gujarat RTE Admission 2025-26: વિના મુલ્યે ધોરણ 1 માં પ્રવેશ, 12 માર્ચ સુધી અરજી કરી શકાશે

Gujarat RTE Admission 2025-26

Gujarat RTE Admission 2025-26: RTE એડમીશન 2025-26 માટે ઓનલાઈન અરજી 28 ફેબ્રુઆરી 2025 થી શરુ થઇ રહી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે.

Gujarat RTE Admission 2025-26: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2025ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે

Gujarat RTE Admission 2025-26 – ગુજરાત RTE એડમીશન 2025-26

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-2009 ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્યે ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2025નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા,કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.

RTE હેઠળ વાલીઓ માટે ઓનલાઈ ફોર્મ ભરવા માટે સૂચનાઓ

આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.

રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ /પાસપોર્ટ/ વીજળી બિલ/ પાણી બિલ/ ચૂંટણી કાર્ડ/ રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર-ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.

(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).

પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.

ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.

ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.

RTE એડમીશન 2025-26 માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી

ક્રમદસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવોઆધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડજો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે.ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશેઅને તે તા. 01/04/2022 પછીનો જ માન્ય ગણાશે.
6બીપીએલ0 થી 20 આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવાનિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાનાકિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો,નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવાવહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
8અનાથ બાળકજે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહના બાળકોજે તે જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાતવાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જનનું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટેસક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જેવિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનુંસબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવો.
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ
19વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
21સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્નભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનુંસેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે

ગુજરાત RTE એડમીશન 2025-26 ઓનલાઈન અરજી ક્યારથી શરુ થાય છે?

ગુજરાત RTE એડમીશન 2025-26 ઓનલાઈન અરજી 28 ફેબ્રુઆરી 2025 થી શરુ થાય છે.

ગુજરાત RTE એડમીશન 2025-26 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત RTE એડમીશન 2025-26 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે.

ગુજરાત RTE એડમીશન 2025-26 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત RTE એડમીશન 2025-26 માટે ઓફિશ્યલ વેબસાઈટ https://rte.orpgujarat.com/ છે.

ગુજરાત RTE એડમીશન 2025-26 માટે ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

ગુજરાત RTE એડમીશન 2025-26 માટે ઓનલાઈન અરજી કરવાની વેબસાઈટ https://rte.orpgujarat.com/ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment