ગુજરાત પોલીસ ભરતી 2024: લોકરક્ષક અને PSI ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી 2024

ગુજરાત પોલીસ ભરતી 2024: લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.

લોકરક્ષક ભરતી 2024: પોલીસ ભરતી મામલે અગત્યના સમાચાર મળી રહ્યા છે. PSI તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી તારીખ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે. લોકસભા અને પીએસઆઈ ભરતી મુદ્દે આઈપીએશ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, જે ઉમેદવારો એપ્રિલ મહિનામાં યોજાયેલી અરજી પ્રક્રિયા દરમિયાન અરજી કરવાથી વંચિત રહી ગયા હતા, તેમને હવે ફરીથી અરજી કરવાની તક આપવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી 2024

આ નિર્ણય એવા ઉમેદવારોને મદદ કરવા માટે લેવામાં આવ્યો છે જેઓ કોઈપણ કારણસર પ્રથમ તબક્કામાં અરજી કરી શક્યા નહોતા. ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 4 એપ્રિલ 2024, ગુરુવારથી શરુ થઈ હતી અને અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 હતી.

ગુજરાત પોલીસ ભરતી 2024
ગુજરાત પોલીસ ભરતી 2024
પોસ્ટગુજરાત રાજ્ય ગૃહ વિભાગ
પોસ્ટપીએસઆઈ, લોકરક્ષક, જેલ સિપાઈ વગેરે.
કુલ જગ્યા12472
નોકરી પ્રકારસરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ (નવી તારીખ)26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

પોસ્ટની વિગત:

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 472 (316 પુરુષ, 156 મહિલા)
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,609 (4,422 પુરુષ, 2,187 મહિલા)
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF): 1,000 (માત્ર પુરુષો)
  • જેલ સિપાઈ: 1,098 (1,013 પુરુષ, 85 મહિલા)

આ પણ ખાસ વાંચો:

ગુજરાત પોલીસની આ 12472 ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો બિન હથિયારધારી સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરની નોકરી માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્યુટરની જ્ઞાન હોવું જરૂરી છે.

https://twitter.com/Hasmukhpatelips/status/1825143400938578320

વય મર્યાદાની વાત કરીએ તો ગુજરાત પોલીસની આ ભરતીમાં બિન હથિયારધારી પીએઆઈ પદ માટે ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઇએ. તો લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અલબત્ત, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર વય મર્યાદમાં છુટછાટનો લાભ મળશે. આ નોકરી માટે જનરલ વર્ગની મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષ અને અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છુટછાટ મળશે.

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

સત્તાવાર વેબસાઈટ https://lrdgujarat2021.in/ છે.

ગુજરાત પોલીસ ભરતી 2024 ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

ઓનલાઈન અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in ઓફિશ્યલ વેબસાઈટ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment