Gujarat Nagarpalika Election Result Live: ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામ 2025 જાહેર, ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના રોજ 1 મ્યુનિસિપલ કોર્પોરેશન, 66 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની 2178 બેઠકો માટે મતદાન યોજાયું હતું.
Gujarat Nagarpalika Election Result Live: ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામ લાઈવ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 યોજાઈ હતી જેના માટે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું, તારીખ 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને અન્ય પેટા ચૂંટણી યોજાઈ તે બેઠકોનો સમાવેશ કરવામાં આવે છે.
Gujarat Nagarpalika Election Result Live – ગુજરાત નગરપાલિકા ચૂંટણી પરિણામ લાઈવ
આજે સ્થાનિક સ્વરાજની 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જ્યારે ત્રણ મનપા સહિત તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની પેટા ચૂટણીનું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની શક્યતા છે. 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% થયું હતું. આજે 5000 થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી.