ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2025: ગુજરાતમાં હાલ લોકલ બોડી ઈલેકશનનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં હાલ પહલેથીજ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2025: ભાજપ દ્વારા પોતાના સૌથી મજબુત ગઢ ગણાતા ગુજરાતમાં ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2025 મતદાન પહેલા 215 બેઠકો બિનહરીફ જીતી છે. ગુજરાત રાજ્યની અંદર ભાજપ સિવાય કોંગ્રેસ અને આપ પાર્ટી પણ મેદાનમાં જોવા મળી રહી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં, ભાજપે કુલ 215 બેઠકો બિનહરીફ જીતી, જેમાં 68 નગરપાલિકાઓમાં 196 બેઠકો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 9 બેઠકો, તાલુકા પંચાયતમાં 10 બેઠકોનો પેટા-ચૂંટણીમાં સમાવેશ થાય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપે ગુજરાતમાં કોંગ્રેસ અને AAPને મોટો ઝટકો આપ્યો છે.
ગુજરાત ભાજપ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિકાસ રણનીતિ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલના નેતૃત્વને કારણે ફરીથી સ્થાપિત થયા છે. જનતાએ તેનો સ્વીકાર કર્યો છે. આ જ કારણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 215 બેઠકો બિનહરીફ જીતી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 કાર્યક્રમ
- 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
- 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
- 16 ફેબ્રુઆરીએ મતદાન
- 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
- 18 ફેબ્રુઆરીએ મત ગણતરી
- 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે
ભાજપે દાવો કર્યો છે કે આટલી બધી બેઠકો પર જીત દર્શાવે છે કે જનતા ભાજપ સાથે છે. ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, 68 નગરપાલિકાઓમાં કુલ 196 નગરપાલિકા બેઠકો ચૂંટણી પહેલા જ જીતી લેવામાં આવી છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં ભાજપે બહુમતી કરતાં વધુ બેઠકો બિનહરીફ જીતી છે. ઉપરાંત, ભાજપે કુલ 215 બેઠકો બિનહરીફ જીતી છે, જેમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 9 બેઠકો અને તાલુકા પંચાયત અને પેટાચૂંટણીઓની 10 બેઠકોનો સમાવેશ થાય છે.