રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઈએ 2025-26નું બજેટ રજૂ કરશે. જેનું કદ 3.12 લાખ કરોડથી વધુનું હોય શકે છે.
Gujarat Budget 2025 LIVE
Gujarat budget: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.
દરેક સમાજને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવશે
બજેટ પહેલા આરોગ્યમંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, દરેક સમાજને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવશે. નાગરિકોને આશા-આંકાશાને પૂરુ કરતું બજેટ હશે. ઉદ્યોગ, બાળ, મહિલા, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રોને ધ્યાનમાં રખાશે.
આજે ગુજરાતનું 2025-26નું બજેટ
વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ગઇ છે. આજે સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા ગુજરાતનું 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. બજેટમાં આગામી ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ અને ઇન્ફાસ્ટ્ર્ક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત જંત્રીના ભાવ અંગે પણ મહત્વની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવે તેવી અપેક્ષા છે.