GT VS MI IPL 2025 : ipl 2025 ગુજરાત ટાઇટન્સનો 36 રને વિજય મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
GT VS MI IPL 2025
સાઈ સુદર્શનની બેટિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હરાવી જીતનું ખાતું ખોલ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે સુદર્શનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 160 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા, જ્યારે તિલક વર્માએ 39 રનની ઇનિંગ રમી હતી. આ બે બેટ્સમેન સિવાય કોઈ પ્રભાવિત કરી શક્યું નથી.
સાંઇ સુદર્શન 63 રન
શુભમન ગિલ 38 રન
જોશ બટલર 39 રન
ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 8 વિકેટે 196
તિલક વર્મા 39 રન
સૂર્યકુમાર યાદવ 48 રને
સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ
રબાડા અને સાઇ કિશોરે 1-1 વિકેટ