ગોપાલ નમકીન: Rajkot Fire Incident – રાજકોટમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ. ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઇ, આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવાયો . ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ભય જોવા મળ્યો.
ગોપાલ નમકીન: મેટોડા જીઆઇડીસીમાં આવેલ ગોપાલ નમકીનની ફેકટરીમાં આજે બપોરે જોરદાર આગ લાગી જેના લીધે દોડધામ મચી ગઇ હતી અને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો.
ગોપાલ નમકીન
મળતી માહિતી મુજબ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા જીઆઇડીસીમાં ગોપાલ નમકીન ફેકટરીમાં આજે કોઇ કારણસર બપોરે આગ ભભુકી ઉઠી હતી. આ આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. આગના ધુમાડા દુર દુર સુધી દેખાતા હતા. જેથી કરીને લોકોમાં ભય પ્રસરી ગયો હતો.
જેના લીધે આગના પગલે ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. થોડો સમય અફરા-તફરી મચી ગઇ હતી.
આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ લેવા માટે પાણીનો મારો ચલાવ્યો છે. કયાં કારણોસર આગ લાગી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે. આ આગ સતત વિકરાળ સ્વરૂપ લેતી જાય છે. ભીષણ આગના પગલે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી છે.
સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છેકે, કાર્ટૂનમાં આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. હાલ કોઇ ફસાયું હોવાનું જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છેકે, આગ છેક ત્રીજા માળ સુધી ફેલાઈ છે. આગના વિકારળરૂપના કારણે મોટેડામાં ઉભી કરાયેલી ફાયર સુવિધા ઓછી પડતાં રાજકોટથી ફાયર વિભાગની મદદ મોકલવામાં આવી છે. ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પણ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ ખાસ વાંચો:
- Pushpa 2 Box Office Collection: ‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, અલ્લુ અર્જુનની ફિલ્મ કમાણીમાં 1 હજાર કરોડની નજીક પહોંચી
- શ્રમિક અન્નપૂર્ણા યોજના: આગામી સમયમાં નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે
ખાસ વાત છે કે, બપોરે બે વાગ્યાની આસપાસ લાગેલી આગ હજુ પણ બેકાબુ છે, આગના વિકરાળ સ્વરૂપના કારણે ફેક્ટરીના આજુબાજુનો લગભગ એક કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. અનુમાન છે કે, કંપનીમાં રાખેલા તેલના જથ્થાના કારણે આગ સતત પ્રસરી રહી છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે પરંતુ શૉર્ટ સર્કિટ હોવાનું કહેવાઇ રહ્યું છે. સીજીએસટીએ ગોપાલ નમકીનને 14 કરોડથી વધુની નૉટિસ ફટકારેલી છે.
સદનસીબે અત્યાર સુધી આ આગનાં બનાવમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ ફેક્ટરમાં આગ લાગવાથી મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે.