Fati Ne Movie Review: હોરર કોમેડી અને એક્શનથી ભરપુર ફિલ્મ

Fati Ne Movie Review: ફાટી ને ફિલ્મ રીવ્યુ

Fati Ne Movie Review: ફાટી ને ફિલ્મ રીવ્યુ અને એક્શનથી ભરપુર છે. થીયેટરમાં જોવા જતા પેહલા જાણી લોં આ ફિલ્મને દર્શકો તરફથી કેવા રીવ્યુ મળી રહ્યા છે.

Fati Ne Movie Review: ફાટી ને? ફિલ્મની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ ફિલ્મ પરમલાલ અને પદમલાલ નામના બે ખાસ મિત્રો પર આધારિત છે. આ ફિલ્મ ફૈઝલ હાશ્મી દ્વારા લખવા તથા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમજ એસ.પી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

Fati Ne Movie Review: ફાટી ને ફિલ્મ રીવ્યુ

હિતુ કનોડિયા – પરમલાલ અને સ્મિત પંડયા – પદમલાલ તરીકે જોવા મળે છે. મોના થીબાને હિતુ કનોડિયાની પત્ની બતાવવામાં આવી છે. ફિલ્મમાં પરમલાલનું કેરેક્ટર ખુબજ પર્સનલ પ્રોબ્લમથી ભરેલું છે અને તેના ડિવોર્સ થયા ગયા છે અને દીકરી તેના સસરા પાસે છે. દીકરીની કસ્ટડી મેળવવા માટે તેને કોઈ નોકરી કરવી જરૂરી છે. એટલે તે મેલબોર્ન પોલીસમાં પોતાની નોકરી ટકાવી રાખવા ઘણાં પ્રયત્ન કરે છે.

આ ફિલ્મનું શુટિંગ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કરવામાં આવ્યું છે. જેમાં, મેલબોર્ન શહેરનાં ‘મેલબોર્ન મેન્શન’ નામની હવેલીમાં આખી ફિલ્મ પૂર્ણ થાય છે. મહત્ત્વનું છે કે, આ ફિલ્મ મેલબોર્નમાં જ આકાર લે છે. ફિલ્મમાં પદમલાલ પરમલાલના મિત્ર છે. બંને દરેક બ્લન્ડર સાથે કરે છે. પરમલાલ પદમલાલને કહે તે અનુસરે છે. તે એક ઓસ્ટ્રેલિયન યુવતીના પ્રેમમા છે. ક્લાઈમેક્સમાં મહેશ-નરેશના પાદરની આંબલી હેઠે… ગીતમાં મહિલાના વેશમાં જંડ સાથેનો ડાન્સ લોકોને પેટ પકડીને હસાવે છે. તેઓ માવા ખાતા રહે છે અને માવાનો ફિલ્મમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે.

આકાશ ઝાલાએ જંડના રોલમાં લોકોને ડરાવ્યા છે. તો બાબા ભૂત મારીનાના રોલમાં હેમિન ત્રિવેદીએ એક એક પણ લોકોને ખડખડાટ હસાવ્યા છે અને ચેતન દૈયાએ વિક્રમજીતના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે. ગુજરાત સહિત દેશભરના સિનેમા ગૃહોમાં વધુ એક હોરર અને કોમેડી બનેલી ગુજરાતી ફિલ્મ “ફાટી…ને..? ‌” આવી ગઈ છે જે દર્શકોનું ભરપુર મનોરંજન કરશે.

આ ફિલ્મનું મ્યુઝીક તેમજ તમને એક્શન પણ સારી જોવા મળશે, આ ફિલ્મમાં રોહિત શેટ્ટીની ફિલ્મની જેમ ગાડીઓ પણ ઉડતી નજરે જોવા મળશે. ગુજરાતી ફિલ્મ હવે દિવસે ને દિવસે પોતાની સફળતાને લોકો સુધી પહોચાડી રહી છે સારી વાર્તા થાકી તેમજ દમદાર એક્ટિંગથી. આ એક્સ સારી ફિલ્મ છે અને દર્શકોને તેને સિનેમાઘરોમાં જઈને જોવી જોઈએ.

Join WhatsApp

Join Now

Leave a Comment