ENG VS AFG : ઈંગ્લેન્ડમાં અફધાનિસ્તાનની સાથેની મેચ રમવાની બયોકટ કરવાની માંગ ઉભી થઈ છે બ્રિટનના વડાપ્રધાન દ્વારા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને એક પત્ર લખવામાં આવ્યો છે. જાણો શું છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાં પહેલા એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 26ફેબ્રુઆરીએ રોજ લાહોરમાં મેચ યોજાનાર છે. ત્યારે ઈંગ્લેન્ડમાં અફઘાનિસ્તાન સાથેની મેચ બોયકોટ કરવાની માંગ ઉભી થઈ છે. બ્રિટનના વડાપ્રધાન દ્વારા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને એક પત્ર લખવામાં આવ્યો છે. જાણો શું છે મામલો
ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની આ વખતે પાકિસ્તાનના હાથમાં છે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. ઈંગ્લેન્ડની ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તૈયાર નજર આવી રહી છે. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા ઈંગ્લેન્ડમાં એક નવો હોબાળો શરૂ થઈ ગયો જ્યારે 160 બ્રિટિશ રાજનેતાઓના એક જૂથે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાનો બહિષ્કાર કરવાની માગ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડથી કરી નાખી. આ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ મુદ્દે પોતાનો નિર્ણય લઈ લીધો છે.
કુલ મળીને ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થયા પહેલા એક નવો હોબાળો શરૂ થઈ ગયો છે. બ્રિટિશ વડાપ્રધાન કિએર સ્ટાર્મરે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ને એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ‘અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે ત્યાં સ્વયંના નિયમ બનાવી દેવાયા છે. કુલ મળીને તાલિબાનના શાસનમાં ત્યાં વ્યાપ્ત અરાજકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.’
મહિલાઓની રમતો ગેરકાનૂની જાહેર કરાઈ
ઉલ્લેખનીય છે કે 2021 માં તાલિબાન સત્તામાં આવતા મહિલાઓની રમતોને ગેરકાનૂની જાહેર કરવામાં આવી છે. પત્રમાં તાલિબાન શાસનમાં મહિલાઓ સાથે થઈ રહેલા ભયાનક વ્યવહાર સામે અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી છે. અને તેને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન સામેનો મેચનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી છે. જેનાથી એ સંકેતો સ્પષ્ટ થાય કે આ પ્રકારના વ્યવહારને ચલાવી લેવામાં આવશે નહિ. આપણે આ પ્રકારના લિંગ આધારિત ભેદભાવની સામે ઉભા રહેવું જોઈએ.
ECBએ મેચના બહિષ્કાર પર આપ્યો આ જવાબ
પત્રનો જવાબ આપતાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચર્ડ ગોલ્ડે બહિષ્કારના આહ્વાનને ફગાવી દીધું અને કહ્યું કે ‘મહિલાઓના અધિકારો પર તાલિબાન શાસનનો શિકંજો એક એવો મામલો છે જેના માટે અલગ-અલગ દેશોની એકતરફી કાર્યવાહીના બદલે સમન્વિત, આઈસીસીના નેતૃત્વવાળી પ્રતિક્રિયાની જરૂર છે.’
બ્રિટિશ PM એ કરી દખલગિરીની માગ
આ વલણને હવે ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટિશ પીએમ ઓફિસ) થી સમર્થન પ્રાપ્ત થઈ ગયું છે. વડાપ્રધાનના પ્રવક્તાએ કહ્યું, ‘ICCએ પોતાના નિયમોને સ્પષ્ટરીતે લાગુ કરવા જોઈએ અને એ નક્કી કરવું જોઈએ કે તે મહિલા ક્રિકેટનું તે રીતે સમર્થન કરી રહ્યાં છે જેમ કે ECB કરે છે. તેથી અમે આ તથ્યનું સમર્થન કરીએ છીએ કે ECB આ મુદ્દે ICC ની સમક્ષ પોતાનો પક્ષ મૂકી રહ્યાં છે. તાલિબાન દ્વારા મહિલાઓ અને યુવતીઓના અધિકારોનું હનન સ્પષ્ટરીતે ભયાવહ છે. અમે આ મુદ્દે ECB ની સાથે કામ કરીશું. અમે તેમના સંપર્કમાં છીએ. આ ચેમ્પિયન્સ ટ્રોફીના સંબંધમાં આઈસીસીનો મામલો છે.’
2003માં જ્યારે ઈંગ્લેન્ડે ન રમી ઝિમ્બાબ્વે સાથે મેચ
આ સ્થિતિ 2003 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના ક્રિકેટરોની સામે આવેલી દુવિધાની યાદ અપાવે છે. જ્યારે નાસિર હુસૈનની ટીમને ઝિમ્બાબ્વેની સાથે ગ્રૂપ ચરણની મેચનો બહિષ્કાર કરવા માટે કહેવામાં આવ્યું હતું તે સમયે ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેનું શાસન હતું. આ નિર્ણય ખેલાડીઓ પર છોડવામાં આવ્યો હતો અને તેના પરિણામસ્વરૂપ અમુક સ્કોર ગુમાવી દેવાયા હતા.