Delhi Election Result 2025 Live : દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ માટે 8 વાગે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ કુલ મતદાન 60.54 ટકા થયુ હતું
Delhi Election Result 2025 Live
Delhi Assembly Election Result 2025 in Gujarati Live Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ માટે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે કુલ મતદાન 60.54 ટકા થયુ હતું. સરકાર બનાવવા માટે 36 બેઠક પર જીત જરૂરી છે. આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીમા સરકાર બનાવવાનો દાવો કરે છે જ્યારે એક્ઝિટ પોલમાં ભાજપની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
Delhi Election Result 2025 Live: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020નું પરિણામ
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે 8 બેઠકો જીતી હતી. કોંગ્રેસ એક પણ બેઠક પર જીત મેળવી શકી ન હતી.
આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો હતા. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 હતી. 1,261 થર્ડ જેન્ડર મતદારો હતા.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં, દિલ્હીની બધી 70 બેઠકો માટે વલણો આવવાનું શરૂ થશે. આ વખતે ચૂંટણી મુખ્યત્વે આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે છે. હવે જોવાનું એ રહે છે કે, AAP ફરી એકવાર સત્તા જાળવી રાખવામાં સફળ થશે કે, પછી ભાજપ 27 વર્ષનો દુષ્કાળ ખતમ કરશે? દિલ્હીમાં ઘણી હાઇ પ્રોફાઇલ બેઠકો છે જેમાં નવી દિલ્હી, કાલકાજી, જંગપુરા, પટપડગંજ, કરાવલ નગર, મુસ્તફાબાદ, ઓખલા વગેરેનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2015 થી સતત આ બેઠક પર છે. તેઓ ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રવેશ વર્મા અને કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત સામે ચૂંટણી લડી રહ્યા છે. સીએમ આતિશી કાલકાજીથી ચૂંટણી મેદાનમાં છે અને તેમનો સામનો ભાજપના રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા સાથે થશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકોના પરિણામો તમે નીચેના કોષ્ટકમાં જોઈ શકો છો.