Delhi Election Result 2025: દિલ્હી વિધાનસભા ચુંટણી 2025 માં સુપડા સાફ થયા છે, અને મોટા નેતાની હર થઇ છે. PM મોદી સાંજે જશે ભાજપ કાર્યાલય, કાર્યકર્તાઓને સંબોધશે.
Delhi Election Result 2025: હવે જોવાનું રહ્યું કે BJP દિલ્હીમાં મુખ્યમંત્રીનું પદ કોને આપે છે. કાર્યકર્તાઓને સંબોધવા માટે પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય નહીં, પરંતુ દિલ્હી ભાજપ કાર્યાલય જશે. તેની તૈયારીઓ ત્યાં શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભાજપનું પ્રદેશ કાર્યાલય પંડિત પંત માર્ગ પર સ્થિત છે.
AAP પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણી હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા.
Delhi Election Result 2025: દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો
નવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આક્રમક જીત બાદ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, આપ-દા મુક્ત દિલ્હી, આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો પ્રચંડ વિજય વડાપ્રધાન મોદીની સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, અંત્યોદય અને વિકાસશીલ નીતિઓ પર પ્રજાના અતૂટ સમર્થનની જીત છે.
આ વખતે અવધ ઓઝા પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બેઠક પટપરગંજથી AAP તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમનો મુકાબલો ભાજપના રવિન્દર સિંહ નેગી અને કોંગ્રેસ નેતા અનિલ ચૌધરી સાથે હતો. જેમાં ભાજપ નેતા રવિન્દર સિંહ નેગીએ અવધ ઓઝાને 28072 મતથી હરાવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભારે રસાકસી બાદ અંતે જીત મેળવી છે. તેમણે કાલકાજી બેઠક પરથી રમેશ બિધૂડીને 989 મતોના માર્જિનથી હરાવ્યા છે. AAP ની કારમી હારમાં દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા હાર્યા છે. પરંતુ આતિશીએ જીત હાંસલ કરી પાર્ટીની લાજ રાખી છે. આતિશીનો ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધૂડી અને કોંગ્રેસની અલકા લાંબા સાથે મુકાબલો હતો.
ભારતીય જનતા પાર્ટી 27 વર્ષની લાંબી રાહ બાદ દિલ્હી વિધાનસભામાં પુનરાગમન કરતી જોવા મળી રહી છે. શરૂઆતી વલણમાં ભાજપ 43 સીટો પર આગળ છે. તે જ સમયે દિલ્હીમાં સતત બે ટર્મથી સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટી 20 થી 25 સીટો સુધી સીમિત દેખાઈ રહી છે. કોંગ્રેસનું ખાતું અહીં ખૂલતું જણાતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપની આ મોટી જીતની ઉજવણી કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદી આજે સાંજે કાર્યકર્તાઓને સંબોધિત કરશે.