HomeNationalCyclone Fengal: વાવાઝોડું ફેંગલ તમિલનાડુ સાથે આ રાજ્યોને પણ અસર કરી શકે...

Cyclone Fengal: વાવાઝોડું ફેંગલ તમિલનાડુ સાથે આ રાજ્યોને પણ અસર કરી શકે છે

Cyclone Fengal: તમિલનાડુમાં સ્થિત દરિયાકાંઠાના વિસ્તારો આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થશે, વાવાઝોડું ફેંગલ આજે વધુ ઉગ્ર બની શકે છે, તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકશે, આગામી બે દિવસ ભારે રેહવાની ભીતિ.

Cyclone Fengal: હાલ દેશના વિવિધ રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જ્યાં કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડી પ્રસરી ગઈ છે. તો વળી અમુક રાજ્યોમાં ચક્રવાતી તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમકે વાવાઝોડું ફેંગલ તમિલનાડુ સાથે આ રાજ્યોને પણ અસર કરી શકે છે.

ગઈકાલથી તમિલનાડુના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ફેંગલ તોફાનનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમિલનાડુના ત્રિચી, રામનાથપુરમ, નાગપટ્ટિનમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

Cyclone Fengal Updates

ફેંગલ ચક્રવાત તમિલાનડુમાં આગામી બે દિવસ સુધી તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે ફેંગલ વાવાઝાડોની અસર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડવાનું અનુમાન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે મંગળવારે રાત્રે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. આ એડવાઈઝરી અનુસાર, ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી અને જતી ફ્લાઈટને અસર થઈ રહી છે, જ્યારે તિરુચિરાપલ્લી અને સાલેમ પણ હવે પ્રભાવિત થઈ શકે છે.

આ પણ ખાસ વાંચો:

આગામી બે દિવસ 27 અને 28 નવેમ્બર તમિનલાડુ પર ફેંગલ ચક્રવાતનું જોખમ રેહવાની શક્યતા છે. વાવાઝોડું ફેંગલ 28 નવેમ્બરે તમિલનાડુમાં ટકરાઇ શકે છે. ભારતીય વિભાગના મતે ફેંગલ ચક્રવાતના પગલે 75 થી 80 કિમીની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. ત્યારે દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાલની ખાડીમાં વાવાઝોડું ફેંગલ સર્જાઈ રહ્યું છે. બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠે તે ત્રાટકવાની સંભાવના છે. જેને કારણે તમિલનાડુ સહિત પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

બિઝનેશ