Coldplay Concert Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનું પર્ફોમન્સ, દર્શકો થયો મંત્રમુગ્ધ

Coldplay Ahmedabad

Coldplay concert Ahmedabad : Coldplay concert Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળ્યો. અમદાવાદમાં દુનિયોના સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઉસફુલ

Coldplay Ahmedabad

 વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત 25 અને 26 તારીખે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં સમગ્ર દેશભરમાંથી યુવાઓ આવ્યા હતાં. બે દિવસ આખું સ્ટેડિયમ 1 લાખથી વધુ યુવાઓથી ખીચોખીચ ભરેલું હતું. દેશભરમાંથી આવેલાં યુવાઓ અમદાવાદથી મોહીત ગયા હતા અને પ્રસંશા કરી હતી.

દેશભરમાંથી અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ માણવા આવેલાં યુવાઓ અમદાવાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને વાઈબ્રન્ટ વાતાવરણ જોઈને આશ્ચર્યચકિત થવાની સાથે ખુશ થઈ ગયા હતાં. જેનો રાજીપો યુવાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યો હતો. જેમાં દરેકનું એકસૂરે કહવું હતું કે, અમદાવાદ તેમના સિટી કરતાં ઘણું સારું છે.

મહત્ત્વનું છે કે, આ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અલગ-અલગ મોટી ઈવેન્ટ્સ યોજાઈ ગઈ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા, વર્લ્ડ કપની ફાઈનલ મેચ જેવી મોટી ઈવેન્ટ્સ યોજાઈ હતી. હવે આગામી સમયમાં પણ મોટી ઈવેન્ટ્સ યોજાઈ એવી શક્યતા છે.

એક યુઝરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, ભાઈ દિખ ગયા મોદી કા ગુજરાત, એ માણસ ગુજરાતનો વિકાસ કર્યો છે. અમે 4 મિત્રો હતા જેમાં વિદેશીઓ પણ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત અન્ય ભારતીય શહેરો કરતાં અળગ છે. અમે જોયું કે, અહીં સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત બધું જ ગુડગાંવ જેવા શહેરો કરતાં ઘણાં વર્ષો આગળ છે. મોડી રાત સુધી એક લાખથી વધુ લોકોની ભીડનું મેનેજમેન્ટ કરવા માટે તંત્રની ઘણી મહેનત છે. અમદાવાદમાં જ આવી ઈવેન્ટ્સ થઈ શકે.

Coldplay Concert Ahmedabad, અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. અમદાવાદમાં દુનિયોનો સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ શનિવારે યોજાયો હતો. આ શો માટે દેશ-વિદેશના ચાહકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પહોંચ્યા હતા. દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. શો માં ફેમસ સિંગર ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલૈંડ, બેસિસ્ટ ગાય બેરિમેન અને ડ્રમ્રર વિલ ચેમ્પિયન પર્ફોમન્સ કર્યું હતું.

આ ઈવેન્ટ નિહાળવા આવતા પ્રેક્ષકોને એન્ટ્રી આપવાની શરૂઆત બપોરે 2 વાગ્યાથી થઈ હતી. મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પહેરેલા રિસ્ટ બેન્ડમાં અલગ અલગ લાઇટો જોવા મળી હતી. જેને પગલે સ્ટેડિયમમાં અદભુત નજારો જોવા મળ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment