CISF 2025 કોન્સ્ટેબલ ભરતી : CISF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી આજથી શરૂ, જાણો બધી વિગ

CISF 2025 કોન્સ્ટેબલ ભરતી

CISF 2025 કોન્સ્ટેબલ : CISF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? સહિત તમામ વિગત અહીં જાણો.

CISF 2025 કોન્સ્ટેબલ ભરતી

CISF Constable Recruitment 2025: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માં કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 3 એપ્રિલ 2025 સુધી સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 1161 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

અરજી કરી શકે છે?

CISF કોન્સ્ટેબલ ભરતી 2025 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ

આ રીતે અરજી પ્રક્રિયા પૂર્ણ કરો

  • સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જાઓ.
  • લોગિન ટેબ પર ક્લિક કરો: હોમપેજ પર જાઓ અને અરજી માટે નોંધણી કરો.
  • અરજી ફોર્મ ભરો: તમારી જરૂરી માહિતી દાખલ કરો અને ઓનલાઇન અરજી ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો: જરુરી વિગતો સાથે અરજી સબમિટ કરો અને એની પ્રિન્ટઆઉટ લો.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે

CISF ભરતી 2025 અંતર્ગત કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ પર પસંદગી પ્રક્રિયા અનેક તબક્કામાં થશે. આમાં શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), દસ્તાવેજ ચકાસણી, લેખિત કસોટી અને તબીબી પરીક્ષણનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.

CISF ભરતી 2025 માટે મહત્વપૂર્ણ માહિતી

  • કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ પર ભરતી માટે આજથી અરજી શરુ
  • અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2025 નિયત કરવામાં આવી છે.
  • કુલ ખાલી જગ્યાઓ 1161 પર ભરતી કરાશે
  • સત્તાવાર વેબસાઇટ: cisfrectt.cisf.gov.in છે. જ્યાં તમે ઓનલાઇન અરજી કરી શકશો

Join WhatsApp

Join Now

Leave a Comment