Chhaava Official Trailer: વીકી કૌશલ અને રશ્મિકા મંદાના અભિનીત છાવા ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું

Chhaava Official Trailer

Chhaava Official Trailer: વીકી કૌશલની છાવા ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. છાવા ફિલ્મના ટ્રેલરમાં વીકી કૌશલ યોદ્ધા તરીકે છવાઈ ગયો છે. છાવા ફિલ્મનું દમદાર ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે.

Chhaava Official Trailer: વિકી કૌશલની ફિલ્મ છાવા આ વર્ષની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મોમાં વિકી કૌશલની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ છાવાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ટ્રેલર જોઈ તમારા પણ હોશ ઊડી જશે.

Chhaava Official Trailer

છાવા ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં વિકી કૌશલ, રશ્મિકા મંદાન્ના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, વિનીત કુમાર સિંહ, ડાયના પેન્ટી, સંતોષ જુવેકર જોવા મળશે. બોલિવૂડ સ્ટારની અપકમિંગ ફિલ્મ ‘છાવા’ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. વિક્કી કૌશલ આ દિવસોમાં કંઇક અલગ જ મુડમાં જોવા મળી રહ્યો છે. વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ છાવા 14 ફેબ્રુઆરી 2025 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

મેડૉક ફિલ્મ્સે ફિલ્મની પહેલી ઝલક રિલીઝ કરીને વિકી કૌશલના ચાહકોને ખુશ કરી દીધા છે. છાવાના ટીઝરમાં વિકી કૌશલ અલગ એનર્જી અને અલગ અંદાજ સાથે જોવા મળે છે. સંભાજી મહારાજનો રોલ કરનાર વિકી કૌશલ અનેક સૈનિકો સાથે એકલા હાથે લડતા જોઈ શકાય છે. બીજી તરફ ચારે બાજુથી તેમના પર હુમલા થઈ રહ્યો છે. ત્યારે સંભાજી પોતાના હાથમાં દરવાજાનો એક ભાગનું લાકડું ઉખાડીને સીધા દુશ્મનોને મારવા તરફ દોડી જાય છે.

છાવા ફિલ્મોમાં વિકી કૌશલ છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા દીકરા છત્રપતિ શંભાજી મહારાજની ભૂમિકામાં છે. જ્યારે રશ્મિકા મંદાના સંભાજી મહારાજની પત્ની યેશુભાઈ ભોંસલેની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાની સાથે આશુતોષ રાણા અને દિવ્યા દત્તા પણ જોવા મળશે. જેની એક એક ઝલક ટ્રેલરમાં પણ જોવા મળે છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના મુઘલ બાદશાહ ઔરંગઝેબની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ફિલ્મમાં તેનો લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

ફિલ્મનું ટ્રેલર દમદાર છે અને તેના કારણે લોકોની આતુરતા પણ વધી ગઈ છે. આ ફિલ્મ લક્ષ્મણ ઉટેકરના નિર્દેશનમાં બની છે. મેડોક ફિલ્મ્સ હેઠળ દિનેશ વિજાન દ્રારા નિર્મિત કરવામાં આવ્યું છે.

Join WhatsApp

Join Now

Leave a Comment