Chhaava Box Office: ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ગર્જના, કમાણી 3 દિવસમાં 100 કરોડને પાર

Chhaava-Box-Office-Collection

Chhaava Box Office Collection Day 3: વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે 31 કરોડની કમાણી કરી હતી.

Chhaava Box Office

hhaava Box Office Collection : વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે 31 કરોડની કમાણી કરી હતી. ત્યારે હવે આ ફિલ્મ રિલીઝના 3 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જાણો આ ફિલ્મે કુલ કેટલું કલેક્શન કર્યું છે.

સૈકનિલ્કના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ ‘છાવા’એ ત્રીજા દિવસે 48.5 કરોડની કમાણી કરી છે. આ સાથે જ કુલ કલેક્શન 116.5 કરોડ રૂપિયા થઈ ગયું છે. 3 દિવસમાં જ ફિલ્મે 100 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ સાથે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફિલ્મ ધૂમ કમાણી કરી રહી છે.

ફિલ્મ છાવાનું 3 દિવસનું કલેક્શન Chhaava Box Office

દિવસકમાણી (ભારતીય નેટ કલેક્શન)
પ્રથમ દિવસ31 કરોડ રૂપિયા
બીજો દિવસ37 કરોડ રૂપિયા
ત્રીજો દિવસ48.5 કરોડ રૂપિયા
કુલ કમાણી116.5 કરોડ રૂપિયા

Join WhatsApp

Join Now

Leave a Comment