આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં ચેક કરો

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક : હાલમાં દરેક જગ્યાએ eKYC પ્રોસેસ શરુ છે ત્યારે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે ચેક કરો ઘર બેઠા જ તમારા મોબાઈલ થી જ.

હાલના સમયમાં જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો ઘણા બધા કામો સરળ બની રહ્યા છે જેમ કે બેંકના કામો, હાલમાં રેશનકાર્ડમાં ચાલતા eKYC પ્રોસેસ, પાનકાર્ડ વગેરે વેરીફીકેશન. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો ઘર બેઠા જ બધા કામ થઈ જાય છે. ચાલો આપડે અહિયાં જોઈએ.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક

હવે તમે ઘર બેઠા જ તમારા મોબાઈલની મદદથી આધારની ઓફીશીયલ વેબસાઈટ પર જઈને તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહિ તમે ચેક કરી શકો છો.

મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવા આટલું કરો

જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો તમે તમારા નજીકના આધાર સેન્ટર, CSC સેન્ટર અથવા પોસ્ટ ઓફીસ (જ્યાં આધાર કાર્ડની કામગીરી શરુ હોય) જઈને તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. જે વ્યક્તિનો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક કરવાનો હોય ટે વ્યક્તિએ રૂબરૂ જવું પડે છે અને 1-4 કામના દિવસોમાં તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થઈ જશે.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ચેક કરો

તમારા આધાર સાથે મોબાઇલ નંબર લીંંક છે કે કેમ તે myAadhaar Portal અને mAadhaar એપ. પરથી સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે

  • સૌપ્રથમ આધાર કાર્ડની ઓફીશીયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in પર જાઓ.
  • ત્યાર બાદ પેજ ખુલશે તેમાં નીચે જશો ત્યાં Verify Email / Mobile ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો.
  • બે રીતે તમે ચેક કરો શકશો કે તમરો આધાર મોબાઈલ સાથે લિંક છે કે નહિ.
  • 1) Verify Mobile Number 2) Verify Email Address
  • આધારકાર્ડ નંબર લખો.
  • મોબાઈલ નંબર અથવા ઈમેઈલ એડ્રેસ લખો.
  • કેપ્ચા કોર્ડ લખો.
  • ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો
  • જો મોબાઈલ નંબર લિંક હશે તો “The Mobile number you have entered is already verified with our records” મેસેજ તમારા સ્ક્રીન પર આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment