Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડનો સામનો કરનારી ભારતીય ટીમની આ 13મી આઇસીસી ફાઇનલ હશે. આઈસીસી ફાઈનલમાં માત્ર 1 ભારતીય સદી ફટકારી શક્યો છે.
Champions Trophy 2025
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ 9 માર્ચે દુબઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ માટે આ 13મી આઈસીસી ફાઈનલ હશે. તે 5 વખત આ ટ્રોફી જીતી ચુકી છે. 1983માં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત આઇસીસી ફાઇનલ મેચ જીતી હતી. છેલ્લે તેણે 2024માં ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલની વાત કરીએ તો સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓએ યાદગાર ઈનિંગ રમી છે. જોકે ભારત તરફથી સૌરવ ગાંગુલી એકમાત્ર એવો બેટ્સમેન છે કે, જેણે સદી ફટકારી હોય.
આવો જાણીએ 1983ના વર્લ્ડ કપથી લઈને 2024ના ટી-20 વર્લ્ડ કપ સુધી ભારત માટે આઈસીસી ફાઈનલમાં કોણ બેસ્ટ સ્કોરર રહ્યું હતું
1983: લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં ભારતે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને 43 રને પરાજય આપ્યો હતો. કપિલ દેવની ટીમ 54.4 ઓવર (60 ઓવરની મેચ)માં માત્ર 183 રનમાં જ આઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી ક્રિસ શ્રીકાંતે 38 રન બનાવ્યા હતા.
2000 : ચેમ્પિયન્સ ટ્રોફી તે સમયે આઇસીસી નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી હતી. ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો. નૈરોબી જિમખાના કલબમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન સૌરવ ગાંગુલીએ તેનો ગોલ્ડન સિલસિલો જારી રાખતાં સતત બે સદી ફટકારી હતી. તેણે ફાઈનલમાં 117 (130) રન ફટકાર્યા હતા અને તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો.
2003 : ઓસ્ટ્રેલિયાએ વન-ડે વર્લ્ડકપમાં ભારતને 125 રનથી હરાવ્યું હતું. વિરેન્દ્ર સહેવાગે 81 બોલમાં 82 રન બનાવ્યા હતા. 360 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 234 રનમાં જ આઉટ થઇ ગઈ હતી.
2007: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે પાકિસ્તાનને હરાવીને બીજી વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ગૌતમ ગંભીરે શ્રેષ્ઠ 75 રન બનાવ્યા હતા.
2011: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે શ્રીલંકાને હરાવીને વન-ડે વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગૌતમ ગંભીરે 97 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
2013: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલીએ વરસાદથી પ્રભાવિત આ મેચમાં 43 રન બનાવ્યા હતા.
2014: ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ 77 રન બનાવ્યા હતા.
2017: પાકિસ્તાને ભારતને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો. હાર્દિક પંડ્યાના રન આઉટને . તેણે 76 રન બનાવ્યા હતા.
2021: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ બંને ઇનિંગ્સમાં 64-64 રન બનાવ્યા હતા. ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
2023: ઓસ્ટ્રેલિયા સામેની બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અજિંક્ય રહાણેએ બંને ઇનિંગ્સમાં 135 રન બનાવ્યા હતા. આ મેચ પણ ભારત હારી ગયું હતું.
2023: વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતની હારને કોણ ભૂલી શકે છે. કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે 67 રન બનાવ્યા હતા.
2024: ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. 11 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો. વિરાટ કોહલીએ 76 રન બનાવ્યા હતા. આઈસીસી ફાઈનલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કેવું પ્રદર્શન કર્યું