Champions Trophy 2025: AFG vs AUS ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાને આપેલા 274 રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા છે. તે સમયે વરસાદ વિધ્નરુપ બન્યો હતો.
AFG vs AUS Champions Trophy 2025
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વધુ એક મેચ વરસાદના કારણે રદ થઇ છે. પાકિસ્તાનના લાહોરમાં રમાયેલી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ વરસાદના કારણે રદ થઇ છે. ઓફિસિઅલ્સે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.20 કલાકે મેચ રદ કરવાની જાહેરાત કરી હતી. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. આ મેચ રદ થતા ઓસ્ટ્રેલિયાએ 4 પોઇન્ટ સાથે સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કરી લીધું છે
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની મેચ નંબર 10માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટક્કર થઈ. જો કે, આ મેચમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદ પડતાં મેચ પૂરી ન થઈ શકી. 28 ફેબ્રુઆરીએ (શુક્રવાર) લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 109 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ અને ભીની આઉટફીલ્ડના કારણે મેચ શરૂ ન થઈ શકી. ત્યારે મેચ ન રમાતા ઓસ્ટ્રેલિયન ટીમ ચાર પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી ગઈ. આફ્રિકાએ હજુ એક મેચ ઇંગ્લેન્ડ સામે રમવાની બાકી છે.