BSNL Recharge Plan: BSNL દ્વારા લોન્ચ કરવામાં આવ્યા બે સસ્તા રીચાર્જ પ્લાન

BSNL Recharge Plan

BSNL Recharge Plan: હાલમાં BSNL કંપની પ્રાઇવેટ કંપનીઓને ખુબજ જોરદાર ટક્કર આપી રહી છે, જેના લીધે ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી દીધી છે.

BSNL Recharge Plan: BSNL દ્વારા હાલમાં જ બે સસ્તા નવા રીચાર્જ પ્લાન રજુ કર્યા છે. BSNL કંપનીએ જ્યારથી 4G અને 5G જાહેરાત કરી છે ત્યારથી તેના રીચાર્જ પ્લાનથી ગ્રાહકોને આકર્ષી રહી છે, જેની સીધી અસર ખાનગી કંપનીઓ પર પડી રહી છે. જેમાં મોબાઇલ યુઝર્સનો જ ફાયદો છે.

BSNL Recharge Plan

આપણે સૌ જાણીએ છીએ કે હજુ થોડા સમય પેહલા જ ખાનગી કંપનીઓ દ્વારા ઘણા ખરા રીચાર્જ પ્લાનમાં ભાવ વધારો કર્યો હતો. જેના લીધે BSNL કંપનીને ઘણો ફાયદો થયો હતો, ભાવ વધારાના લીધે યુઝર્સ પોર્ટ સુવિધાનો ઉપયોગ કરીને BSNL માં જોડાયા હતા. આ બધું જોતા BSNL કંપની દ્વારા હવે બે સસ્તા રીચાર્જ પ્લાન રજુ કર્યા છે.

BSNL Recharge Plan
BSNL Recharge Plan

BSNL સસ્તા રીચાર્જ પ્લાન

BSNL એટેલે કે ભારત સંચાર નિગમ લીમીટેડ દ્વારા તેના યુઝર્સને સસ્તા પ્લાન દ્વારા લાંબી વિલીડીટી પ્લાન આપી રહી છે. BSNL કંપની દ્વારા 200 રૂપિયા કે તેનાથી ઓછા ભાવના બે પ્લાન રજુ કર્યા છે, જેમાં ઉપભોક્તાઓને અમર્યાદિત કોલિંગ, ડેટા તેમજ લાંબી વિલીડીટી મળી રહી છે.

BSNL 199 રૂપિયાનો પ્લાન

BSNL નો આ રીચાર્જ પ્લાન 199 રૂપિયાથી શરુ થાય છે યુઝર્સને આ રીચાર્જ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS નો લાભ મળી રહ્યો છે તેમજ કંપની 25 જીબી ડેટા આપી રહી છે, જેમાં 20 જીબી સુધી હાઈ સ્પીડ ડેટા મળી રેહશે. આ સિવાય રોલઓવરની સુવિધા આપી રહી છે. સાથે સાથે યુઝર્સ કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઈસ કોલિંગનો લાભ ઉઠાવી શકે છે. આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 30 દિવસની રેહશે.

BNSL 197 રૂપિયાનો પ્લાન

BSNL નો આ રીચાર્જ પ્લાન 197 રૂપિયાનો છે જે યુઝર્સને 70 દિવસની વેલીડીટી મળી રહી છે, આ રીચાર્જ પ્લાનમાં યુઝર્સને 15 દિવસ સુધી zing music નું 15 દિવસનું એક્સેસ મળી રહે છે તેમજ રોજ 2 જીબી ડેટા 15 દિવસ સુધી મળશે ત્યારબાદ 40 kbps સ્પીડ મળશે. તેમજ કોલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનની ખાસ એ બાબત એ છે કે આ પ્લાનમાં તમામ ફ્રી બેનિફિટ્સ માત્ર 15 દિવસ માટે જ મળશે. પ્લાનની વેલિડિટી 70 દિવસની છે પરંતુ આ બેનિફિટ્સ 15 દિવસ માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ ખાસ વાંચો:

Join WhatsApp

Join Now

Leave a Comment