BCCI Rules IPL 2025: બીસીસીઆઈના નિયમ મુજબ, આઈપીએલ 2025 દરમિયાન જો ખેલાડીઓ મેચ સ્થળ પર પોતાનું એક્રેડિટેશન કાર્ડ લાવવાનું ભૂલી જાય છે અથવા મેચ પછી પ્રેઝન્ટેશન દરમિયાન સ્લીવલેસ કપડાં પહેરે છે, તો તેને દંડ ફટકારવામાં આવશે.
BCCI Rules IPL 2025
BCCI Rules IPL 2025 : ભારતીય ક્રિકેટ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે કડક નિયમો નક્કી કર્યા છે. ભારતીય ટીમ પર તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ના કેટલાક નિયમો આઇપીએલની 10 ફ્રેન્ચાઇઝી ટીમ પર લાદવામાં આવ્યા છે. ખેલાડીઓ માત્ર ટીમ બસમાં જ મુસાફરી કરશે. આ ઉપરાંત પ્રેક્ટિસના દિવસે ડ્રેસિંગ રૂમમાં પરિવારની એન્ટ્રી નહીં થાય.
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતની હાર બાદ બીસીસીઆઇએ કેટલાક નિયમો બનાવ્યા હતા. આમાં કોઈ પણ ખેલાડી કે સપોર્ટ સ્ટાફના પર્સનલ મેનેજર પર ટીમ બસમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત પ્રવાસમાં ખેલાડીઓના પરીવારોની હાજરી મર્યાદિત રહી હતી. બરાબર આ જ SOP આઈપીએલ જેવી મલ્ટી ટીમ ટુર્નામેન્ટમાં લાગુ ન થઈ શકે, પરંતુ તેમાંથી કેટલાકને વિશ્વની પ્રીમિયર ટી -20 લીગમાં લાગુ કરવામાં આવ્યા છે.
ખેલાડીઓએ ટીમ બસનો ઉપયોગ કરવો પડશે
બીસીસીઆઇની નોટમાં વધુમાં જણાવાયું છે કે, પ્રેક્ટિસ દરમિયાન (પ્રી-ટુર્નામેન્ટ અને ટુર્નામેન્ટ દરમિયાન), ડ્રેસિંગ રૂમ અને રમતના મેદાનમાં ફક્ત માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ મંજૂરી આપવામાં આવશે. ખેલાડીના પરિવારના સભ્યો અને મિત્રો અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરી શકે છે અને હોસ્પિટાલિટી ઝોન માંથી ટીમની પ્રેક્ટિસ જોઈ શકે છે. બીસીસીઆઇની નોટમાં વધુમાં જણાવાયું છે કે, થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ અને નેટ બોલર જેવા વધારાના સપોર્ટ સ્ટાફ માટેની યાદી મંજૂરી માટે બીસીસીઆઇને સુપરત કરવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ નોન મેચ ડે એક્રેડિટેશન આપવામાં આવશે. જારી કરવામાં આવશે
ફ્રેન્ચાઇઝીઓ એ BCCIના આ પગલાનું સ્વાગત કર્યું
એક ફ્રેન્ચાઈઝીના ટોચના ઓફિસિઅલે બીસીસીઆઇના આ પગલાને આવકાર્યું હતુ. “અમારી ફ્રેન્ચાઇઝીમાં, માત્ર પરિવાર જ નહીં પરંતુ ટીમના માલિકોને પણ મેચ સિવાયના અન્ય દિવસોમાં ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. જોકે કેટલાક ખેલાડીઓએ મેચ બાદ ટીમ બસમાં નહીં પણ અલગથી પ્રવાસ કર્યો. આ સિઝનથી તેને મંજૂરી આપવામાં આવશે નહીં
નિયમ ભંગ બદલ ખેલાડીઓને દંડ
આ ઉપરાંત જે ખેલાડીઓ પોતાનું એક્રેડિટેશન કાર્ડ મેચના સ્થળે લાવવાનું ભૂલી જાય છે અથવા મેચ બાદ પ્રેઝન્ટેશન સમયે ઢીલા અને સ્લીવલેસ કપડાં પહેરીનેઆવે છે, તેમને દંડ ફટકારવામાં આવશે. બીસીસીઆઈએ કહ્યું,
પ્લેયર્સ એન્ડ મેચ ઓફિસિઅલ્સ (પીએમઓએ) માન્યતા પ્રાપ્ત સ્ટાફ માટે મેચના દિવસે તેમની એક્રિડેશન લાવવું ફરજિયાત છે. પ્રથમ વખત એક્રિડેશન ન લાવવા બદલ ચેતવણી આપવામાં આવશે. જો ટીમ બીજી વખત આવું કરશે તો ટીમને નાણાંકીય દંડ ફટકારવામાં આવશે. … મેચ બાદ પ્રેઝન્ટેશનમાં ફ્લોપી અને સ્લીવલેસ જર્સીને મંજૂરી નથી. નિયમનું પાલન કરવામાં નિષ્ફળતાને પ્રથમ વખત ચેતવણી આપવામાં આવશે. બીજી વખત નાણાંકીય દંડમાં પરિણમશે.
એલઈડી બોર્ડની સામે બેસવા પર પ્રતિબંધ
બીસીસીઆઈ એ બેટ્સમેનોને ચેતવણી પણ આપી હતી કે, તેઓ બાઉન્ડ્રીની બહાર એડવર્ટાઇઝિંગ એલઇડી બોર્ડને હીટ કરતા રહે છે. બોર્ડે કહ્યું કે, હિટિંગ નેટ ઉપલબ્ધ કરાવવા છતાં, ખેલાડીઓ એલઇડી બોર્ડ પર હીટ કરવાનું ચાલુ રાખે છે. અમે ટીમોને વિનંતી કરીએ છીએ કે તેઓ પણ તેને અનુસરે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે એલઇડી બોર્ડની સામે બેસવું ન જોઈએ. પ્રાયોજક ટીમ રમતના મેદાનરમાં એક એવું સ્થાન ચિહ્નિત કરશે જ્યાં ટુવાલ અને પાણીની બોટલો સાથે આવતા ખેલાડીઓ પ્લેઇંગ 11 ની બહાર બેસી શકે છે.