અમુલ દૂધ ભાવ: અમુલ દુધના ભાવમાં ઘટાડો, જાણો હવે 1 લીટર અમુલ દુધના નવા ભાવ

અમુલ દૂધ ભાવ

અમુલ દૂધ ભાવ: નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતની જનતાને સારા સમાચાર મળી રહ્યા છે. અમુલ દુધના ભાવમાં ઘટાડો, જાણો હવે 1 લીટર અમુલ દુધના નવા ભાવ.

અમુલ દૂધ ભાવ: અમૂલ ડેરી દ્વારા અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે. અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણાં સમયથી દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં સતત વધારો કરી રહી હતી. ત્યારે હવે પહેલીવાર અમૂલ ડેરી દ્વારા તેની પ્રોડક્ટસ ના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો ફેરફાર કરીને એક રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.

અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે. ત્યારે અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે તે જાણી લો.

અમુલ દૂધ ભાવ

  • અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા
  • અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા
  • અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા

અમૂલ ડેરીએ તેની દૂધ પ્રોડક્ટના ભાવમાં આ વર્ષે પહેલીવાર ઘટાડો જાહેર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારાથી ગ્રાહકોને ભારે પડતી અમૂલની દૂધ પ્રોડક્ટ્સ હવે થોડી સસ્તી થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment