AFG vs ENG : જો રૂટે લાહોરના મેદાન પર સદી ફટકારીને પાંચ વર્ષની રાહનો અંત આણ્યો હતો. રૂટની સદી સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કંઈક એવું બન્યું છે જે પહેલા ક્યારેય બન્યું નથી.
ઓમરઝાઈએ છેલ્લી ઓવરમાં 13 રન ડિફેન્ડ કર્યા, 5 વિકેટ ઝડપી; ઝદરાને 177 રન ફટકાર્યા
AFG vs ENG
AFG vs ENG : ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 8 રને હરાવ્યું છે. છેલ્લી ઓવરમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 13 રન ડિફેન્ડ કર્યા. બુધવારે, 326 રનના ટાર્ગેટ ચેઝ કરતી ઇંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે, ઇંગ્લેન્ડ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે ઇબ્રાહિમ ઝદરાનની સદીના આધારે 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા. ઝદરાને 146 બોલમાં 177 રનની ઇનિંગ રમી. જેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. ઝદરાન આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટર બન્યો છે.
ઇંગ્લિશ ટીમ માટે જો રૂટે 120 રનની ઇનિંગ રમી હતી. બેન ડકેટ અને જોસ બટલરે 38-38 રન બનાવ્યા. જેમી ઓવરટન ફક્ત 32 રન બનાવી શક્યો. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઈએ 5 વિકેટ લીધી. મોહમ્મદ નબીએ 2 વિકેટ લીધી.
મ્પિયન્સ ટ્રોફી 2025માં એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે, જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ક્યારેય થઈ નથી. જો રૂટ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર 11મો બેટ્સમેન બની ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ પ્રથમ વખત છે જ્યારે એક સિઝનમાં 10થી વધુ સદી ફટકારવામાં આવી હોય. આ પહેલા વર્ષ 2017 અને 2002માં કુલ 10 સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન સામે રૂટે લાંબી રાહનો અંત આણ્યો અને જોરદાર સદી ફટકારી. રૂટે લગભગ પાંચ વર્ષ બાદ ODI ક્રિકેટમાં સદી ફટકારી છે.
AFG vs ENG મેચ ઐતિહાસિક બની
અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં એક નવો રેકોર્ડ બન્યો છે. જો રૂટની સદી સાથે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 11 સદી ફટકારવામાં આવી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે એક સિઝનમાં 10થી વધુ સદી ફટકારવામાં આવી હોય. જો રૂટે શાનદાર બેટિંગ કરી અને 2019 પછી ODI ક્રિકેટમાં તેની 17મી સદી ફટકારી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર બેટિંગ કરતા રૂટે 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રૂટ શાનદાર ફોર્મમાં દેખાતો હતો અને તેણે તેની સદી દરમિયાન ઘણા સારા શોટ ફટકાર્યા હતા. રૂટે 110 બોલમાં 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન રૂટે 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. રૂટે કેપ્ટન બટલર સાથે મળીને 83 રનની મહત્વની ભાગીદારી કરી હતી. આ સાથે જ તેણે જેમી ઓવરટોન સાથે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.
ઇબ્રાહિમ ઝદરાને કેટલા રેકોર્ડ બનાવ્યા
- ઇબ્રાહિમ ઝદરાનના નામે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ.
- ઇબ્રાહિમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન.
- ઇબ્રાહિમ ઝદરાન ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો એકમાત્ર બેટ્સમેન.
- ઝદરાને અફઘાનિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો.
- અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર ઓપનિંગ બેટ્સમેન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- 177- ઇબ્રાહિમ ઝદરાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર (૨૦૨૫)
- 165 – બેન ડકેટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા લાહોર (૨૦૨૫)
- 145*- નાથન એસ્ટલ વિરુદ્ધ યુએસએ ધ ઓવલ (૨૦૦૪)