એક્શન પ્લાન ધોરણ 10-12 : શિક્ષણ બોર્ડે જાહેર કરેલા એક્શન પ્લાન મુજબ ધોરણ 10 અને 12ના કુલ મળી 14.30 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વ્યવસ્થા 50,991 વર્ગખંડમાં ગોઠવવામાં આવી છે.
એક્શન પ્લાન Gandhinagar
એક્શન પ્લાન gandhinagar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કર્યો છે. શિક્ષણ બોર્ડે જાહેર કરેલા એક્શન પ્લાન મુજબ ધોરણ 10 અને 12ના કુલ મળી 14.30 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વ્યવસ્થા 50,991 વર્ગખંડમાં ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 54,294 વર્ગખંડમાં પરીક્ષા લેવાઈ હતી. જેની સરખામણીએ આ વખતે 3,303 વર્ગ ઘટયા છે.
સરેરાશ વર્ગોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ ધોરણ 10ની પરીક્ષા વ્યવસ્થામાં નવા 8 કેન્દ્રનો ઉમેરો થયો છે. આ વખતે SSCમાં 8,92,882, HSC સામાન્ય પ્રવાહમાં 4,23,909 અને HSC સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા છે.
રાજ્યમાં ધોરણ 10 માટે કુલ 87 ઝોન, ધોરણ 12 માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવેલી છે. આગામી મુખ્ય પરીક્ષા 2025માં ધોરણ 10 માટે નોંધાયેલા કુલ પરીક્ષાર્થીઓ 8,92,882 છે. તે પૈકી 7,62,495 નિયમિત, 15,548 ખાનગી, 82132 રિપીટર, 4293 ખાનગી રિપીટર અને 28,414 પૃથ્થક પરીક્ષાર્થીઓ છે. નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 4285 પરીક્ષાર્થીઓ દિવ્યાંગ તરીકે નોંધાયેલા છે.