ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ભરૂચમાં ભરતી : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા,અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ભરૂચમાં ભરતી
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી : ભરૂચ જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે નોકરી મેળવવાની તક આવી ગઈ છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દ્વારા જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી ભરૂચ જિલ્લામાં ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા,અરજી કરવાની છેલ્લી તારીખ
પોસ્ટની વિગત
પોસ્ટ | જગ્યા |
ફાર્માસીસ્ટ | 3 |
નર્સ સ્ટાફ | 4 |
કુલ | 7 |
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ભરૂચમાં ભરતી માહિતી
સંસ્થા | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, ભરૂચ |
પોસ્ટ | સ્ટાફ નર્સ અને ફાર્માસીસ્ટ |
જગ્યા | 7 |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 40-45 વર્ષથી વધુ નહીં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19-3-2025 |
ક્યાં અરજી કરવી | https://arogyasathi.gujarat.gov.in/ |
શૈક્ષણિક લાયકાત
ભારતમાં કાયદાથી સ્થપાયેલી યુનિવર્સિટીમાંથી મેળવેલી ફાર્મસીમાં ડિગ્રી
ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં નામ નોધાયેલું જોઈ
ઉમેદવાર હોસ્પિટલ એન દવાખાના એન દવા તૈયાર અનુભવ ધરાવતા હોય
ગુજરાતી એન હિન્દીનું પુરતું જ્ઞાન
સરકાર માન્ય સંસ્થાનો દ્વારા CCC અથવા સમકક્ષ પરીક્ષા પાસ જોઈએ
1 વર્ષ અનુભવ
40 વર્ષથી વધુ ઉમર ન હોવી
સ્ટાફ નર્સ
- જનરલ નર્સીંગ અને મીડવાઈઝરી
- રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઈફરી – R.N.R.M.
- ડિગ્રી-ડીપ્લોમા કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ
- 1 વર્ષ અનુભવ
- 45 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
પગાર ઘોરણ
પોસ્ટ | પગાર (પ્રતિ માસ ફિક્સ) |
ફાર્માસીસ્ટ | ₹16,000 |
સ્ટાફ નર્સ | ₹20,000 |
ઓનલાઈન અરજી
- સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાતઅપલોડ કરવાની રહેશે.
- અધુરી્ વિગતોવાળી અરજીઓ માન્ય ગણાશે નહીં
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહીં
- વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો
- ધોરણ 12ની માર્કશીટ
- ગ્રેજ્યુએશન ફાઈનલ યર માર્કશીટ
- એક્સપ્રિયન્સ સર્ટિફિકેટ
- ગુજરાત કાઉન્સમાં રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- કમ્પ્યુટર સર્ટિફિકેટ
અરજી કરવી
- ઉમેદવારોએ અરજી કરવા માટે https://arogyasathi.gujarat.gov.in/ વેબસાઈટ પર જવું
- અહીં રિક્રૂટમેન્ટ ઉપર જઈને જેતે પોસ્ટ સામે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું
- અહીં ફોર્મ ખુલશે જેમાં વિગતો ભરવાની રહેશે.
- અરજી ફાઈનલ સબમિટ કરીને પ્રીન્ટ આઉટ કાઢી લેવી