WPL 2025 Final: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 રન હરાવીને બીજી વખત WPL નો ખિતાબ જીત્યો

વિમેન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન

WPL Final 2025  : વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ, મુંબઈ ઈન્ડિયન્સે બીજી વખત WPL નો ખિતાબ જીત્યો હરમનપ્રીત કૌરના 44 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે 66 રન. દિલ્હી કેપિટલ્સનો 8 રને પરાજય

વિમેન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન

કેપ્ટન હરમનપ્રીત કૌરની 66 રનની તોફાની ઇનિંગને કારણે, મુંબઈ ઈન્ડિયન્સે વુમન પ્રીમિયર લીગની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 રનથી વિજય મેળવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ બીજી ટ્રોફી છે. આ ટીમે પહેલી સિઝનનો ખિતાબ પણ જીત્યો હતો. બીજી તરફ, સતત ત્રીજી સિઝનમાં ફાઇનલ રમનાર દિલ્હી કેપિટલ્સનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું.

મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજી વખત ચેમ્પિયન બન્યું છે. મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈ વુમન્સે 20 ઓવરમાં 7 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 141 રન બનાવી શક્યું હતું.

આ દરમિયાન દિલ્હી કેપિટલ્સ તરફથી મેરિઝેન કાપ, જેસ જોનાસન અને ચારાનીએ બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 141 રન બનાવી શકી. મુંબઈએ આ મેચ 8 રનથી જીતી લીધી. WPL માં મુંબઈની આ બીજી જીત છે. આ પહેલા મુંબઈએ પણ પહેલી સિઝન જીતી હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ સતત ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યા પછી પણ ટાઇટલ જીતી શક્યું નહીં.

વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી અને મુંબઈની ટીમ પ્રથમ સિઝનમાં વિજેતા બની હતી. બીજી સિઝનમાં એટલે કે વર્ષ 2024માં આરસીબીએ જીત મેળવી હતી અને ચેમ્પિયન બની હતી. 2025માં મુંબઇ ફરી એક વખત ચેમ્પિયન બની છે.

મુંબઈ તરફથી બ્રન્ટે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

હરમનપ્રીત કૌર 44 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે 66 રને

પ્રથમ સિઝન – મુંબઈ ઇન્ડિયન્સ

બીજી સિઝન – રોયલ ચેલેન્જર્સ બેંગલુરું

ત્રીજી સિઝન – મુંબઈ ઇન્ડિયન્સ.

Join WhatsApp

Join Now

Leave a Comment