GPSC Class 1-2 Recruitment 2025: GPSC વર્ગ 1-2 ભરતી જાહેર, અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025

GPSC Class 1-2 Recruitment 2025

GPSC Class 1-2 Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ 1-2 ની કુલ 244 જગ્યા માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.

GPSC Class 1-2 Recruitment 2025: GPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે કુલ 244 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.

GPSC Class 1-2 Recruitment 2025 – GPSC વર્ગ 1-2 ભરતી 2025

શૈક્ષણિક લાયકાત

  • ગ્રેજ્યુએટ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. 240/2024-25, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની કુલ 244 જગ્યાઓ (નિયમિત ભરતી-207 જગ્યા અને ખાસ વ્યાંગ ઝૂંબેશ-37 જગ્યા) માટે તારીખ 07.03.2025 થી તારીખ 23.03.2025 સુધી Online અરજીઓ મંગાવવામાં આવે છે, જેની અરજી ફી રૂ. 100/- તારીખ 24.03.2025 રાત્રિનાં 11:59:00 કલાક સુધી સ્વીકારવામાં આવશે

પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટેની સંમતિ અને ડિપોજીટ પણ તારીખ 07.03.2025 થી 24.03.2025 સુધી ભરવાની રહેશે. જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, દિવ્યાંગોની જ્ગ્યાનાં પ્રકાર, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો, પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટેની સંમતિ અને ડિપોજીટ તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ પરથી મેળવવાની રહેશે

GPSC વર્ગ 1-2 ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

અરજી કરવાની લિંક:
https://gpsc-ojas.gujarat.gov.in/

GPSC વર્ગ 1-2 ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23.03.2025 છે

Join WhatsApp

Join Now

Leave a Comment