MI vs DC ફાઇનલ WPL2025 : mi GGT હરાવીને ફાઇનલ ગુજરાત જાયન્ટ્સનો 47 રને પરાજય ટાટા WPLનોરા ફતેહી પ્રદર્શન 7 વાગે
MI vs DC ફાઇનલ WPL2025
MI vs DC ફાઇનલ WPL2025: વુમેન્સ પ્રીમિયર લીગ 2025ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ સામે 47 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે મુંબઈએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ગુજરાતના અભિયાનનો અંત આવ્યો છે
મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રને બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 19.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. મુંબઈ ઇન્ડિયન્સ હવે 15 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સ સામે ફાઇનલમાં ટકરાશે.
WPL Closing Ceremony
નોરા ફતેહી શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે હરમનપ્રીત કૌરની મુંબઈ ઈન્ડિયન્સ અને મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ વચ્ચેના ગ્રાન્ડ ફિનાલે પહેલા પરફોર્મ કરશે. BCCI અને WPL એ આ વાતની પુષ્ટિ કરી છે. દિલ્હીએ રેકોર્ડ ત્રીજી વખત સીધા ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે મુંબઈએ એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું છે.
બોલિવૂડ સેન્સેશન નોરા ફતેહી મહિલા પ્રીમિયર લીગ 2025 ના ફાઇનલમાં તેના હાઈ એનર્જી પ્રી-મેચ પરફોર્મન્સથી ધમાલ મચાવશે. 15 માર્ચ, શનિવારના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રોમાંચક મુકાબલો થશે. ચાહકો નોરાની અદ્ભુત કોરિયોગ્રાફી અને ચાર્ટ-ટોપિંગ હિટ્સ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે આ ફિનાલેમાં વધારાનો આકર્ષણ ઉમેરશે
33 વર્ષીય નોરા ફતેહી કેનેડિયન મૂળની બોલિવૂડ અભિનેત્રી, ડાંસરના અને સિંગર છે જે ભારતીય ફિલ્મોમાં તેના મનમોહક અભિનય માટે જાણીતી છે. તેણીએ સત્યમેવ જયતે ફિલ્મના “દિલબર” અને રાજકુમાર રાવ અભિનીત સ્ત્રીના “કમરિયા” જેવા હિટ ડાન્સ નંબરો માટે ખ્યાતિ મેળવી. અભિનય ઉપરાંત, નોરા તેના સોશિયલ મીડિયા પ્રભાવ અને સંગીત આલ્બમ્સમાં યોગદાન માટે પણ જાણીતી છે.
દિલ્હી હારનો બદલો લેવા માંગશે
કે મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ બે વર્ષ પહેલાં (2023) MI સામેની હારનો બદલો લેવા માંગશે. પહેલી બે સીઝનની જેમ, ડીસી આ વખતે 10 પોઈન્ટ અને +0.396 ના નેટ રન રેટ સાથે ટોચ પર રહ્યું, આઠમાંથી પાંચ ગેમ જીતી. લીગ તબક્કામાં, કેપિટલ્સે બંને વખત MI ને હરાવ્યું, પહેલા વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બે વિકેટથી અને પછી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નવ વિકેટથી.