વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025: એન્જિનિયર પોસ્ટ માટે નોકરીનો મોકો

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025

વડોદરા મહાનગરપાલિકા : દ્વારા એન્જિનિયર જગ્યાઓ માટે સીધી ભરતીથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની તમામ માહિતી જેવી કે લાયકાત, વયમર્યાદા, અરજી ફી તેમજ ઓનલાઇન અરજી કરવાની તમામ વિગતો નીચે મુજબ છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025 માટે રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૧-૦૨-૨૦૨૫ (૧૩-૦૦ કલાક) થી તા.૨૧-૦૩-૨૦૨૫ (૨૩-૫૯ કલાક) સુધીમાં www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી પગાર ધોરણ

ત્રણ વર્ષ માટે રૂ.૪૯,૬૦૦/- માસિક ફિકસ વેતન (સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭૪-૧, તા.૧૬-૦૨-૦૬ અન્વયે વડોદરા મહાનગરપાલિકા, સા.વ.વિ.ઠરાવ અંક: ૪૪/૧૬-૧૭/તા. ૦૧/૦૨/૨૦૧૭ મુજબ મળવાપાત્ર રહેશે.)સા.વ.વિ. પરિપત્ર અંક-૪૪/૧૯-૨૦ તા:૦૬-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-૭ (પે મેટ્રીકસ રૂ.૩૯,૯૦૦-રૂ.૧,૨૬,૬૦૦) નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

VMC Recruitment 2025 ઉંમર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ

અરજી ફી સ્વીકારવા/જમા કરાવવા અંગે

બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૪૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. સા.શૈ.પ.વ અને અનુ.જનજાતિ ના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઈન જ ભરવાના રહેશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યાં આવા ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેમને પસંદગી માટે બિન અનામત ના ધોરણો લાગુ પડશે. ફી નું ધોરણ પણ બિન અનામત કક્ષા પ્રમાણે રૂ. ૪૦૦/-ભરવાના રહેશે

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે

વડોદરા મહાનગરપાલિકા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે www.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.

પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

ફોર્મ સબમિટ કરો અને ફાઈલ તમારા ફોન કે કોમ્પ્યુટર માં સેવ કરી દો

Join WhatsApp

Join Now

Leave a Comment