PSI લેખિત પરીક્ષા તારીખ જાહેર એક જ દિવસે લેવાશે પેપર 1 અને 2

PSI લેખિત પરીક્ષા તારીખ કઈ છે

PSI લેખિત પરીક્ષા તારીખ જાહેર: પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, PSI લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. એક જ દિવસે લેવાશે પેપર 1 અને 2, જાણો સંપૂર્ણ માહિતી

PSI લેખિત પરીક્ષા તારીખ જાહેર: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.13.04.2025 (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.

PSI લેખિત પરીક્ષા તારીખ કઈ છે

  • લેખિત પરીક્ષા તા. 13/04/2025 (રવિવાર) ના રોજ યોજાશે.
  • એક જ દિવસે લેવાશે પેપર 1 અને 2.
  • દરેક પેપરનો સમયગાળો ૩ કલાકનો રહેશે.

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSI ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર તા. 8.1. 2025 નાં રોજ ગુજરાત રાજ્યનાં 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શારીરિક કસોટી પૂર્ણ થતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી. ભરતી બોર્ડ દ્વારા હવે લેખિત પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવી છે.

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ‘X’ પર માહિતી આપવામાં આવી છે કે, ‘બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 (રવિવાર)ના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.

Join WhatsApp

Join Now

Leave a Comment