IDBI Bank Recruitment 2025 : IDBI બેંક ભરતી 2025 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની શરુઆતની
તારીખ અને છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા
IDBI બેંક ભરતી 2025
IDBI Recruitment 2025, IDBI બેંક ભરતી 2025: અત્યારે વિવિધ બેંકોમાં ભરતી ચાલી રહી છે ત્યારે ઉમેદવારો માટે વધુ એક બેંક ભરતી લઈને આવી ગઈ છે. ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે IDBI બેંક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની 650 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા એક માર્ચ 2025ના રોજથી શરુ થશે.
IDBI બેંક ભરતી 2025 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની શરુઆતની તારીખ અને છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
IDBI બેંક ભરતી 2025 મહત્વની માહિતી
સંસ્થા | ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા (IDBI) |
પોસ્ટ | જુનિયર આસિસ્ટન્ટ |
જગ્યા | 650 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 20 થી 25 વર્ષની વચ્ચે |
અરજી કરવાની શરુઆતની તારીખ | 1-3-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12-3-2025 |
અરજી ક્યાં કરવી | idbibank.in |
IDBI બેંક ભરતી 2025, પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
UR | 260 |
SC | 100 |
ST | 54 |
EWS | 65 |
OBC | 171 |
કુલ | 650 |
IDBI બેંક ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેમની પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
વય મર્યાદા
- અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ઉમેદવારનો જન્મ 01.03.2000 પહેલા અને 01.03.2005 પછી થયો ન હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટનો સમાવેશ થાય છે અને ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરેલા ઉમેદવારોનો વ્યક્તિગત ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. ઓનલાઈન પરીક્ષા હેતુલક્ષી હશે. ઉમેદવાર દ્વારા ખોટા જવાબ આપવામાં આવેલ દરેક પ્રશ્ન માટે, તે પ્રશ્ન માટે નિર્ધારિત ગુણમાંથી એક ચોથો અથવા 0.25 ગુણ દંડ તરીકે કાપવામાં આવશે જેથી કરીને સાચા માર્કસ આવે.
સ્ટાઈપેન્ડ અને પગાર
બેંકમાં પસંદ પામેલા ઉમેદવારોને ઈન્ટર્નશિપ પીરિયડ દરમિયાન 15000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે ત્યાર બાદ સંતોષ કારક કામ જણાયા બાદ ઉમેદવારોને બેંકના ધારાધોરણ મૂજબ પગાર આપવામાં આવશે.
અરજી ફી
અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 1050 રૂપિયા અને SC/ST/PWD ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ/મોબાઈલ વોલેટનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે.
અરજી કરેવી રીતે કરવી?
- ઉમેદવારોએ આ પોસ્ટ ઉપર અરજી કરવા માટે પહેલા બેંકની વેબસાઈટ idbibank.in ની મુલાકાત લેવી.
- અહીં કરિયર ઓપ્શનમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- માંગેલી વિગતો અને ડોક્યુમેન્ટ સબમીટ કર્યા બાદ ફોર્મ સબમિટ કરવું
- ઉમેદવારે ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ આઉટ કાઢી લેવી