Ind Vs Pak Live Streaming: શું તમે પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ભારત પાકિસ્તાન મેચ ફ્રીમાં જોવા માંગો છો, જાણો કઈ રીતે ફ્રીમાં આ મેચ જોઈ શકશો.
Ind Vs Pak Live Streaming: ચેમ્પિયન્સ ટ્રોફી ભારત પાકિસ્તાન મેચ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ દુબઈ ખાતે રમાશે. જે ભારતીય સમય અનુસાર બપોરે 02:30 વાગ્યે શરુ થશે. જેને લઈને ક્રિકેટ ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Ind Vs Pak Live Streaming
જાણો ભારત પાકિસ્તાન મેચ ફ્રી માં કઈ રીતે જોઈ શકશો?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ભારત પાકિસ્તાન મેચ દુરદર્શન સેટઅપ બોક્સ પર ફ્રીમાં જોઈ શકાશે. જેમાં સ્ટાર સ્પોર્ટસ અને સ્પોર્ટસ 18 આ બંને ચેનલ ફ્રીમાં જોઈ સકાય છે. એ પણ કોઈ રીચાર્જ વગર.
બીજી રીત જોઈએ તો જો તમારી પાસે JioHotStar એપ્લીકેશન છે અને તેમાં કોઈ નવા નંબરથી રજીસ્ટર કરોછો તો તમને અમુક કલ્લાકો મેચ ફ્રીમાં જોવા મળી રહેશે.
તેમજ હાલમાં સોસીયલ મીડિયા પર મેસેજ વાઈરલ થઇ રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ લાઈવ સ્ટ્રીમિંગ જીઓહોટસ્ટાર પર ફ્રીમાં થશે. જેની અત્યાર સુધીમાં કોઈ પુષ્ટિ થયેલ નથી.
તમને જણાવી દઈએકે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત વિજયી અભિયાનથી શરૂઆત કરી છે. ભારતે તેની પેહલી મેચમાં બાંગલાદેશને હરાવ્યુ હતું. અને પાકિસ્તાન તેની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું. જો પાકિસ્તાન ભારત સામે પણ મેચ હારે છે તો તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માંથી બહાર થઇ શકે છે
લાંબા સમયથી ફેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની મેચની રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો વચ્ચે વર્ષોથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટ્સ જ ટકરાય છે. છેલ્લે બંને ટીમો 2024 ના T20 વર્લ્ડ કપમાં ટકરાઈ હતી..
ડિજિટલ પ્લેટફોર્મ JioStar પર પહેલી વાર ICC ટુર્નામેન્ટનું 16 ફીડ્સમાં નવ અલગ અલગ ભાષાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જેમ કે અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડ વિગેરે ભાષાઓમાં રજુ કરવામાં આવશે.