Digital Strike: ભારત સરકાર દ્વારા એકવાર ફરીથી ડીઝીટલ સ્ટ્રાઈક, 119 એપ્સ બેન કરવામાં આવી. ભારત સરકાર દ્વારા અમેરિકા – ચીન સહિતના દેશોની 119 એપ્સને કરી બ્લોક, Google Play સ્ટોર પરથી એપ્સ હટાવાશે જાણો કારણ.
Digital Strike: ભારત સરકાર દ્વારા એકવાર ફરીથી ડીઝીટલ સ્ટ્રાઈક, 119 એપ્સ બેન કરવામાં આવી : મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા 119 મોબાઇલ એપ્સને બેન કરી દેવામાં આવી છે. આ એપ્લિકેશન્સમાં મોટાભાગની વીડિયો અને વોઇસ ચેટ એપ્લિકેશન્સ છે. સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક (Google Play store) શરૂ કરી છે અને ગૂગલ પ્લે સ્ટોર માંથી 119 એપ્સને દૂર કરવાના નિર્દેશ આપ્યા છે.
Digital Strike – ડીઝીટલ સ્ટ્રાઈક
આ એપ્સ ચીન અને હોંગકોંગના ડેવલપર્સ સાથે જોડાયેલી છે. મોટાભાગની પ્રતિબંધિત એપ્સમાં ખાસ કરીને વિડિઓ અને વૉઇસ ચેટ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ બધી એપ્સ ભારતમાં ગુગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ હતી. તાજેતરના એક અહેવાલ મુજબ, આ એપ્સ દ્વારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ જોખમમાં હતું.
હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતાં પ્લેટફોર્મ લુમેન ડેટાબેઝ દ્વારા ગૂગલે આ માહિતી આપી હતી. સરકાર અને અન્ય ઓર્ગેનાઇઝેશન દ્વારા કન્ટેન્ટ રીમૂવલની રીક્વેસ્ટ કરવામાં આવે તેને લુમેન ડેટાબેઝ મોનિટર કરે છે. ભારત દ્વારા બેન કરવામાં આવેલી મોટાભાગની એપ્લિકેશન્સના ડેવલપર્સ હૉંગકૉંગ અને ચીનના છે.
આ ઉપરાંત, 2021 અને 2022 માં ડિજિટલ સ્ટ્રાઈક કરતી વખતે ભારતમાં ઘણી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે IT એક્ટ 69A હેઠળ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. પ્રતિબંધિત એપ્લિકેશનોમાંથી કેટલીક સિંગાપોર, યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયન ડેવલપર્સની પણ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કેન્દ્ર સરકારે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમની જાહેર ઍક્સેસ બંધ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, ૧૧૯ એપ્સમાંથી ૧૫ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય એપ્સ હજુ પણ પ્લે સ્ટોર પર હાજર છે.
2020માં સરકાર દ્વારા બેન કરવામાં આવેલી ઘણી એપ્લિકેશન્સની જેમ આ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એ સમયે ખૂબ જ પ્રચલિત એપ્લિકેશન્સ ટિક-ટોક અને શેરઇટને પણ બેન કરવામાં આવી હતી. એ સમયે પણ અંદાજે 100ની આસપાસ એપ્લિકેશન્સને બેન કરવામાં આવી હતી. સિંગાપોરની ચિલચેટ અને ચીનની ચેન્ગએપ બન્ને કંપનીઓ દ્વારા આ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ચિલચેટના પ્લે સ્ટોર પર દસ લાખથી પણ વધુ યુઝર્સ છે અને તેને પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે. આ કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, ‘આ પ્રકારના એક્શનની અસર કંપની અને ભારતના યુઝર્સ બન્ને પર પડે છે.