ભચાઉ નગરપાલિકા: ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો, 28 માંથી 21 બેઠકો બિનહરીફ

ભચાઉ નગરપાલિકા: ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો

ભચાઉ નગરપાલિકા: ભાજપમાં ખુશીનો માહોલ, ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો, 28 માંથી 21 બેઠકો ભાજપને બિનહરીફ મળી ગઈ છે.

ભચાઉ નગરપાલિકા: હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની બોલબાલા છે, તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં ભાજપ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ભચાઉ નગરપાલિકાની21 બેઠક ભાજપને બિનહરીફ મળી, ભાજપને વગર ચૂંટણીએ બહુમતી, ભચાઉમાં ભાજપના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ભચાઉ નગરપાલિકા: ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો

કચ્છની ભચાઉ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે જેમાં 28 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપ 21 બેઠકો પર બિનહરીફ થઇ જતા ફરી ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. આવતી કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે હજુ પણ ભાજપની બેઠકોમાં વધારો જોવા મળી શકે છે. ભચાઉ નગરપાલિકા કબ્જે કરતા ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 કાર્યક્રમ

  • 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
  • 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
  • 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
  • 16 ફેબ્રુઆરીએ મતદાન
  • 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
  • 18 ફેબ્રુઆરીએ મત ગણતરી
  • 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

રાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે ત્યારે કચ્છમાં રાપર, ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે.

તા.21-01-2025ના પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે. રાપર અને ભચાઉ પાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આગામી તા.16-2ના મતદાન થશે.

ભારતમાં ચૂંટણીઓ ક્યારેય પૂરી થતી જ નથી. અહીં છાસવારે ક્યાંકને ક્યાંક ચૂંટણી હોય જ છે. અત્યારે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરાઈ રહ્યાં છે. કચ્છના ભચાઉની વાત કરવામાં આવે તો એહીં નગરપાલિકાની ચૂંટમીણાં કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી. અહીં હવે માત્ર 7 બેઠકો માટે જ ચૂંટણી યોજાશે. પ્રશ્ન થાય કે, આવું કેમ? તો આનું કારણે કે, અહીં નગરપાલિકની 21 બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું છે.

Join WhatsApp

Join Now

Leave a Comment