Ashram 3 Part 2 Teaser Launch: ‘બાબા નિરાલા’ ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, ‘આશ્રમ 3’ ભાગ 2 નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. બાબા નિરાલા ફરી એક વાર ધૂમ મચાવા આવી રહ્યા છે.
Ashram 3 Part 2 Teaser Launch: ‘જપનામ જપનામ’ બાબા નિરાલાના રોલમાં બોબી દેઓલ એક વાર ફરી જોવા મળશે. આશ્રમ 3 પાર્ટ 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવી ગયો છે.
Ashram 3 Part 2 Teaser Launch: આશ્રમ 3 પાર્ટ 2 ટીઝર લોન્ચ કરવામાં આવ્યું
MXPlayer ની બહુ ચર્ચિત વેબ સીરીઝ એક બદનામ આશ્રમ ના સીઝન 3 ના ભાગ 2 નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. ટીઝર ખૂબ જ અદભુત છે અને ફરી એકવાર બાબા નિરાલાના આશ્રમની વાસ્તવિકતા ચાહકોને આશ્ચર્યચકિત કરશે. બાબા નિરાલા બનેલા બોબી દેઓલ ફરીથી એકવાર પોતાની દમદાર એક્ટિંગથી પરત ફરી રહ્યા છે. તેમજ પમ્મી પણ આ ભાગમાં અલગ અંદાજમાં જોવા મળશે.
MXPlayer ની આશ્રમ વેબ સીરીઝ ઘણી લોક પ્રિય બની હતી. દર્શકોને ‘આશ્રમ’ સિરીઝ ખૂબ જ ગમી હતી. આની દરેક સીઝન ખૂબ જ હિટ રહી છે. આ દરમિયાન, ચાહકો Ashram 3 Part 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં ‘આશ્રમ 3’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને તે વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે.
‘આશ્રમ’ સિરીઝની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો બોબી દેઓલ, એશા ગુપ્તા, ત્રિધા ચૌધરી, અદિતિ પોહનકર, દર્શન કુમાર, ચંદન રોય સાન્યાલ, વિક્રમ કોચર, સચિન શ્રોફ, અનુરીતા ઝા, રાજીવ સિદ્ધાર્થ છે. નિર્માતા અને દિગ્દર્શક પ્રકાશ ઝા છે.
Ashram 3 Part 2 ના નવા ટીઝરમાં બતાવવામાં આવી રહ્યું છે કે બાબા નિરાલા એક નવા શિકાર પર નજર રાખે છે, પરંતુ તે તેના માટે ખતરનાક સાબિત થાય છે અને તે દરમિયાન ઘાયલ પમ્મી બદલો લેવાની યોજના બનાવે છે. અને બાબા નિરાલા સાથે લગ્ન કરે છે. આ વખતે આશ્રમમાં ખુલ્લી લડાઈ અને દમદાર એક્શન જોવા મળશે.
આશ્રમ સીઝન 3 ના ભાગ 2ની રિલીઝ ડેટ વિશે હજુ કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટીઝર જોઈને એટલું કહીએ શકીએ છીએ કે આ સિરીઝ 2025 માં ટુંક સમયમાંજ આવી શકે છે.