GPSC Exam Calendar 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન દ્વારા GPSC ભરતી કેલેન્ડર 2025 જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં કુલ 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
GPSC Exam Calendar 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન દ્વારા GPSC ભરતી કેલેન્ડર 2025 જાહેર કરવામાં આવ્યું છે જેમાં DySO, State Tax Inspector, Gujarat education services, Agriculture Officer ( class 2) તેમજ અન્ય વિવિધ પોસ્ટ પર ભરતી આ વર્ષે જાહેર કરવામાં આવશે.
GPSC Exam Calendar 2025
જાહેરાત પ્રસિદ્ધ થવાનો અને પ્રાથમિક / મુખ્ય પરીક્ષાનો ઉપરોક્ત માસ સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં કે કોઈપણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમા ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.
આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા સૂચિત (સંભવિત) છે. સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણાપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામા વધઘટ સંભવ છે.
GPSC ભરતી કેલેન્ડર 2025 માં દર્શાવેલ ભરતી કેલેન્ડરની જગ્યાઓ તથા જાહેરાતો વિભાગ તરફથી મળતા માંગણાપત્રકોને આધિન રહેશે.
જો વિભાગો તરફથી માંગણા પત્રક વહેલા મોકલવામા આવશે તો આયોગ દ્વારા જાહેરાત વહેલી પ્રસિધ્ધ થઈ શકે છે જેની ઉમેદવારોએ નોંધ લઈ પરીક્ષાની તૈયારી કરવાની રહે છે
જો વિભાગો તરફથી માંગણા પત્રક મોડા મોકલવામા આવશે તો આયોગ દ્વારા જહેરાત GPSC ભરતી કેલેન્ડર 2025 મુજબ પ્રસિધ્ધ કરી શકાશે નહીં.
જો વિભાગો તરફથી માંગણા પત્રક મોકલવામાં આવશે નહીં તો આયોગ દ્વારા જાહેરાત GPSC ભરતી કેલેન્ડર 2025 મુજબ પ્રસિધ્ધ કરી શકાશે નહીં તથા તે સંજોગોમાં જાહેરાત જે તે ભરતી કેલેન્ડર પૂરતી રદ્દ પણ થઈ શકે છે.
ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી “OMR” આધારિત કે *કૉમ્પ્યુટરબેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ” (CBRT) રહેશે.
ઉમેદવારોની આખરી પસંદગી અંગેના ધોરણો તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિધ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે.
દિવ્યાંગ ઉમેદવારોની ઝડપથી ભરતી કરવા આયોગ કટિબધ્ધ હોઈ તેને ધ્યાનમા રાખી ઉપરોકત GPSC ભરતી કેલેન્ડર 2025 મા દર્શાવેલ જાહેરાત / પરીક્ષાના સૂચિત સમયમા મોટા ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં તે ઉમેદવારોએ ધ્યાને લેવા વિનંતી.
GPSC ભરતી કેલેન્ડર 2025
ગુજરાત જાહેર સેવા આયોગે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આ કેલેન્ડર અંગે માહિતી આપી હતી. જીપીએસસીએ અંદાજીત 1751 જગ્યાઓ માટેનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે. આ કેલેન્ડરમાં વર્ગ-1, વર્ગ-2ની ગુજરાત વહીવટી સેવાઓ, ગુજરાત મુલ્કી સેવાઓ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાઓ સહિતની પોસ્ટ માટેની પરીક્ષાની સંભવીત તારીખો દર્શાવવામાં આવી છે.