DeepSeek AI: ચાઇનીઝ DeepSeek AI લોન્ચ થતા જ મચાવી ધૂમ, ChatGPT અને Google Geminiને પાછળ છોડી દીધા, સિલિકોન વેલીમાં હલચલ તેજ.
DeepSeek AI: ચીનના AI બોટ DeepSeek લોન્ચ થતા જ અમેરિકન ટેક કંપનીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દોડમાં મોટી છલાંગ લગાવી છે. એવું લાગતું હતું કે અમેરિકન કંપનીઓ આ રેસમાં અન્ય કોઈપણ દેશ કરતા ઘણી આગળ હતી, પરંતુ ચીને તે ખોટું સાબિત કરી દીધું છે. ચીને આ સેગમેન્ટમાં DeepSeek R1 રજૂ કર્યું છે, જે એક ઇન્ટ્રોડ્યુસ મોડેલ છે. ચાલો જાણીએ કે આ મોડેલ કેમ લોકપ્રિય થઈ રહ્યું છે.
DeepSeek AI: ચાઇનીઝ DeepSeek AI લોન્ચ થતા જ મચાવી ધૂમ
લગભગ બે વર્ષ પહેલાં, OpenAIએ ChatGPT લોન્ચ કર્યું હતું. જ્યારે OpenAI એ આ ચેટબોટ લોન્ચ કર્યું, ત્યારે વિશ્વના અન્ય દેશો આ રેસમાં ઘણા પાછળ દેખાતા હતા. ખાસ કરીને ચીન, જે ટેકનોલોજીના સંદર્ભમાં સતત અમેરિકાને પાછળ છોડી દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ChatGPTના લોન્ચ સમયે, ચીન AI રેસમાં ક્યાંય દેખાતું ન હતું.
ChatGPT પછી, ગૂગલ, મેટા, એમેઝોને પણ તેમના AI ચેટબોટ્સ લોન્ચ કર્યા છે. AIની આ દોડમાં Alibaba, Baidu જેવા ચીની પ્લેયર્સે અબજો ડોલર ખર્ચવાનું શરૂ કર્યું, પરંતુ ચીનમાંથી આ રેસમાં જે નામ આગળ આવ્યું છે તે એક સ્ટાર્ટઅપ છે. આપણે DeepSeek વિશે વાત કરી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે શું આ ChatGPT અન્ય AI મોડેલો કરતાં વધુ સારું છે?
DeepSeek R1 શું છે?
DeepSeek R1 એ ચીની સ્ટાર્ટઅપ ડીપસીક દ્વારા વિકસાવવામાં આવેલ એક રિઝનિંગ મોડેલ છે. આ AI સ્ટાર્ટઅપે એક મહિના પહેલા જ R1 લોન્ચ કર્યું હતું. આ રિઝનિંગ મોડેલ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જે આકર્ષક કિંમતે અસાધારણ પરફોર્મન્સ સાથે આવે છે. DeepSeek R1 એ ઑગમેન્ટેડ રિઝનિંગ અને એનાલિટિકલ કેપેબિલિટી માટે તૈયાર કરવામાં આવ્યું છે.
શું DeepSeek AI ફ્રી છે?
ડીપસીક કહે છે કે તેનું મોડેલ હાલની ટેકનોલોજી અને ઓપન સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ મફતમાં કરી શકે છે અને શેર કરી શકે છે.
શું DeepSeek AI ચીની કંપની છે?
જી હા, આ કંપનીનું મુખ્ય મથક ચીનના હાંગઝોઉ શહેરમાં છે. આ કંપની 2023માં લિયાંગ વેનફેંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ્ય AGI એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ વિકસાવવાનો છે.
DeepSeek AI ના સ્થાપક કોણ છે?
આ કંપની 2023માં લિયાંગ વેનફેંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
શું DeepSeek AI એક ઓપન-સોર્સ છે?
ડીપસીકે તેનું એઆઈ મોડેલ ઓપન-સોર્સ તરીકે બહાર પાડ્યું છે
DeepSeek AI R1 ડીપસીક શું છે?
DeepSeek R1 એ ચીની સ્ટાર્ટઅપ ડીપસીક દ્વારા વિકસાવવામાં આવેલ એક રિઝનિંગ મોડેલ છે. આ AI સ્ટાર્ટઅપે એક મહિના પહેલા જ R1 લોન્ચ કર્યું હતું. DeepSeek R1 એ ઑગમેન્ટેડ રિઝનિંગ અને એનાલિટિકલ કેપેબિલિટી માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ એક એડવાન્સ લૉન્ગવેજ મોડેલ છે, જે તેના પાછલા વર્ઝન V3ની જેમ હાઇબ્રિડ આર્કિટેક્ચર પર બનેલ છે. તે સ્પષ્ટ છે કે આ કંપનીનું પહેલું મોડેલ નથી.
ભલે R1ને ખૂબ અટેન્શન મળી રહ્યું હોય, પણ DeepSeek વિશે હજુ પણ બહુ ઓછા લોકો જાણે છે. આ કંપનીનું મુખ્ય મથક ચીનના હાંગઝોઉ શહેરમાં છે. આ કંપની 2023માં લિયાંગ વેનફેંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ્ય AGI એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ વિકસાવવાનો છે
DeepSeek AI શા માટે લોકપ્રિય થઈ રહ્યું છે?
DeepSeek R1ની લોકપ્રિયતા તેની ઓછી કિંમતને કારણે પણ છે. જ્યાં ઓપન AI o1ની કિંમત પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન માટે $15 અને પ્રતિ મિલિયન આઉટપુટ ટોકન માટે $60 છે. ડીપસીક R1ની કિંમત પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન માટે માત્ર $0.55 અને પ્રતિ મિલિયન આઉટપુટ ટોકન માટે $2.19 છે.
કંપનીનું કહેવું છે કે આ AI મોડેલ બનાવવામાં તેમને ફક્ત બે મહિનાનો સમય લાગ્યો. OpenAI, Google, Microsoftએ તેમના AI મોડેલ બનાવવામાં અબજો ડોલર અને વર્ષો ખર્ચ્યા છે. DeepSeekએ આ AI મોડેલ ફક્ત 6 મિલિયન ડોલર ખર્ચીને વિકસાવ્યું છે.
આ ઓછી કિંમતના AI બોટના લોન્ચ પછી, યુએસ શેરબજારમાં ઘણી મોટી ટેક કંપનીઓના શેરના ભાવ ઘટ્યા. સૌથી મોટો ફટકો દિગ્ગજ ચિપ નિર્માતા કંપની Nvidia ને લાગ્યો. કંપનીના શેરમાં ઘટાડાને કારણે, તેને $500 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. ડીપસીકના લોન્ચને કારણે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં પણ શેરબજારમાં ઘટાડો થયો. ગયા અઠવાડિયે લોન્ચ થયેલ, ડીપસીક હવે યુ.એસ.માં સૌથી વધુ ડાઉનલોડ થયેલ મફત એપ્લિકેશન બની ગઈ છે, જે ચેટજીપીટીને પાછળ છોડી દે છે. ડીપસીક તેના સ્પર્ધકો કરતા ઘણા ઓછા ખર્ચે બનાવવામાં આવ્યું છે.