ડ્રાઈગવિગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ : ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો

ડ્રાઈગવિગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

ડ્રાઈગવિગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ : સમગ્ર ભારતમાં વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. વ્યક્તિએ સૌપ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે ત્યારબાદ તે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકે છે. ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ, 1988ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઈવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઈવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

ડ્રાઈગવિગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

પોસ્ટ ટાઈટલડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ
પોસ્ટ નામગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ
સ્થળગુજરાત
અરજી પ્રકારઓનલાઈન

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

ડ્રાઈવિંગ લાયસન્સ (ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ) સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

લાયસન્સના પ્રકાર વાહનોની કેટેગરી પ્રમાણે લાયસન્સના નીચે મુજબના પ્રકારો પાડવામાં આવ્યા છે

હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના LL માં જીપ,ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.
મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.
મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સમાલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.
ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.
ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.
ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.
લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

 ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટેની યોગ્યતા

  • ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
  • ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો 8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ
  • સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઈસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઈટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાન વેરો, કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લીપ અથવા અરજીકર્તાનું સોગંધનામું સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટે ફી

લર્નિંગ લાઈસન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. લર્નિંગ લાઈસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી + રૂ. 150 વાહનની કેટેગરી દીઠ આપવા જરૂરી છે.

સ્માર્ટ કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રૂ. 200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ. 300 ડ્રાઈવિંગ લાઈસન્સ માટે આપવા જરૂરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે પરીક્ષા પદ્ધતિ

લર્નિંગ લાઈસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.

  • નીતિ નિયમો, ટ્રાફિક નિશાન વિષયો પર ટેસ્ટ લેવામાં આવે છે.
  • ટેસ્ટમાં 15 પ્રશ્ન પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
  • પ્રત્યેક પ્રશ્નો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
  • ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
  • જે વ્યક્તિ પાસે લર્નિંગ લાઈસન્સ છે અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ છે તે વર્તમાન ડ્રાઈવિંગ લાઈસન્સ વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

કાયમી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે ડ્રાઈવિંગ પરીક્ષા આપવી ફરજીયાત છે.

  • લર્નિંગ લાઈસન્સ મેળવનાર કોઈપણ વ્યક્તિ તેને મેળવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકે છે.
  • જે વાહન માટે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે.
  • લર્નિંગ લાઈસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ અરજી કઈ રીતે ભરશો

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ parivahan.gov.in/parivahanની મુલાકાત લો.
  • હોમપેજ માંથી ‘Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન ‘Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
  • નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenticate With Sarathi’ પર ક્લિક કરો.
  • હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
  • છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.
ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment