World Saree Day 2024: 21 ડિસેમ્બર વર્લ્ડ સાડી દિવસ (આંતરરાષ્ટ્રીય સાડી દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. સાડી ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ રહી છે. મોટાભાગની મહિલાઓ દરેક ખાસ પ્રસંગે સાડી પહેરે છે.
World Saree Day 2024: કોઈ પણ સ્ત્રીને જાજરમાન બનાવતું પરિધાન એટલે કે સાડી. જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે.
ભારતીય સાડીઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાડી એ માત્ર પરંપરાગત વસ્ત્રો નથી, પરંતુ તે ભારતીય મહિલાઓની સુંદરતા, ગૌરવ અને ઓળખનું પ્રતીક પણ બની છે. હવે ટ્રેડિશનલ ડ્રેસ સાડીમાં પણ ઘણી વેરાયટી છે. હવે તો વિદેશોમાં પણ મહિલાઓ પણ ખૂબ જ રસથી સાડી પહેરવાનું પસંદ કરે છે.
World Saree Day 2024
તેમાં પણ આપણાં ગુજરાતની ધરતીમાં હજારો વર્ષોથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે. ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રવણાટ ઉદ્યોગો હજારો વર્ષ જૂના છે. ગુજરાતમાં પ્રાચીન પરંપરાને લીધે ઘણાં વસ્ત્રોના નામો આજે પણ યથાવત જોવા મળે છે.
આ પણ ખાસ વાંચો:
- Gujarat Winter Weather Updates: ગુજરાતમાં કોલ્ડવેવના કારણે ઠંડી વધી
- PAN 2.0: ફ્રી ડાઉનલોડ કરો QR કોડ વાળું પાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
- Mamata Machinery IPO GMP: મમતા મશીનરી IPO માં કમાણીના જોરદાર સંકેત
જેના માટે આપણું રાજ્ય વિશ્વ વિખ્યાત છે એવું પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું છે. પટોળાં માટે એક કહેવત જાણી છે કે, “પડી પટોળે ફાટે પણ ફીટે નહીં”. ઐતિહાસિક નગર પાટણની ઓળખ પટોળું છે. પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતિક છે.પટોળા વણાંટની કળાનો સમૃદ્ધ ઈતિહાસ છે, જે સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે.
પટોળા વણાંટની કળાનો સમૃદ્ધ ઈતિહાસ છે, જે સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે.તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણાંવાણાંને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. એક પટોળું બનાવતા ચાર માણસો સાથે કામ કરે તો ચાર થી છ મહિના જેટલો સમય લાગી જાય છે.
આજે પણ ઘણા એવાં ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, કેર-ટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શો રુમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે. એક સર્વે પ્રમાણે 70 ટકા પુરુષોને સાડી પહેરેલી સ્ત્રી વધુ પસંદ છે.
વિવિધ મૂળના કાપડ અને ટેક્સચરની વિશાળ વિવિધતા સાથે દરેક રાજ્યની તેની અલગ-અલગ સાડીઓ વખણાતી હોય છે જેના નામ આ પ્રમાણે છે.
રાજ્ય પ્રમાણે સાડીના વિવિધ પ્રકારો
- પૈઠણી સાડી અને નવવારી સાડી (મહારાષ્ટ્ર)
- બનારસી સાડી, ઓર્ગેન્ઝા સાડી અને ચિકનકારી સાડી (ઉત્તર પ્રદેશ)
- બાંધણી સાડી, પટોળા સાડી અને મશરૂ સાડી (ગુજરાત)
- લેહરિયા સાડી અને ગોટા પટ્ટી સાડી (રાજસ્થાન)
- ચંદેરી સાડી (મધ્ય પ્રદેશ)
- સંબલપુરી સાડી અને બોમકાઈ સાડી (ઓરિસ્સા)
- પોચમપલ્લી સાડી અને ગડવાલ સાડી (તેલંગણા)
- કલમકારી સાડી અને ઉપોડા સાડી (આંધ્રપ્રદેશ)
- મૈસુર સિલ્ક સાડી અને ઇલ્કલ સાડી (કર્ણાટક)
- કાંજીવરમ સાડી અને કાંચીપુરમ બોર્ડર સાડી (તમિલનાડુ)
- મુગા સિલ્ક સાડી (આસામ)
- કાશ્મીરી સાડી (જમ્મુ & કાશ્મીર)
- ફુલકારી સાડી (પંજાબ)
- જામદાની સાડી (બંગાળ અને બાંગ્લાદેશ)
વિશ્વ સાડી દિવસના અવસરે, આ અસાધારણ હસ્તકલા પાછળના કારીગરોનું સન્માન કરવું તે ખૂબ મહત્વપૂર્ણ છે. બાંધણી, પટોળાની સાડીઓએ ગુજરાતની કારીગરીનું સાચું પ્રતિબિંબ છે, જે કલા, સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને વિશ્વભરના લોકોને સતત પ્રેરણા આપે છે.