Raksha Bandhan 2024 Muhurat: આ વખતે રક્ષાબંધન તહેવાર 19 ઓગષ્ટના રોજ ઉજવવામાં આવશે, રક્ષાબંધનનો તહેવાર શ્રાવણમાસમાં પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
Raksha Bandhan 2024 Muhurat: આ વર્ષે રક્ષાબંધન પર બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ, જાણો તિથિ, રાખડી બાંધવાનો શુભ સમય અને ભદ્રાકાળ. હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું મહત્વ ખુબજ રહેલું છે. આ દિવસ ભાઈ – બહેનનો તેહવાર પણ કેહવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન તહેવાર 19 ઓગષ્ટના રોજ ઉજવવામાં આવશે.
રક્ષાબંધન 2024 શુભ મુહુર્ત: રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખી થવાની પ્રાથના કરે છે. ભાઈઓ પણ બહેનોની સુરક્ષાનું વચન આપે છે અને પોતાની ક્ષમતા અનુસાર બહેનોને ભેટ આપે છે. આ વખતે રક્ષાબંધન પર ખૂજબ સારો એવો યોગ બની રહ્યો છે.
રક્ષાબંધન 2024 શુભ મુહુર્ત
- રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય: બપોરે 01:30 કલાકે
- રક્ષાબંધન ભદ્રા પુંછ સમય: સવારે 09:51 થી 10:54 સુધી
- રક્ષાબંધન ભદ્રા મુખ સમય: સવારે 10:54 થી બપોરે 12:38 સુધી
Raksha Bandhan 2024 Muhurat
આ વખતે 19 ઓગષ્ટના રોજ એટલે કે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે. માનવામાં આવે છે કે આ યોગમાં રાખડી બાંધવાથી સંબંધો મધુર રહે છે. આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળની છાયા રહેશે. ત્યારે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો યોગ્ય બપોરે 01:30 કલાકે સારો રહેશે.
આ પણ ખાસ વાંચો:
રાખડી બંધાવાનો શુભ મુહુર્ત
પંચાંગ અનુસાર, આ વર્ષે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 19 ઓગસ્ટના રોજ બપોરે 01:30 થી રાત્રે 09:07 વાગ્યા સુધીનો છે. આ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધી શકાય છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર, રક્ષાબંધનના અવસર પર, બે સમયે ક્યારેય રાખડી ન બાંધવી જોઇએ. પહેલું ભદ્રા અને બીજું રાહુકાલ. આ બે સમય દરમિયાન ક્યારેય પણ રાખડી ન બાંધવી જોઈએ. આ બંને અશુભ છે. રક્ષાબંધનના દિવસે રાહુકાલ સવારે 07:31 થી 09:08 સુધી હોય છે.
રાખડી બાંધવાની સાચી રીત કઈ છે?
1. શાસ્ત્રો અનુસાર રાખડી બાંધવા કે બંધાવવા માટેની યોગ્ય દિશા પૂર્વ અને પશ્ચિમ માનવામાં આવે છે. એટલે કે રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પશ્ચિમ દિશામાં અને બહેનનું મુખ પૂર્વ દિશામાં આવે તે રીતે બેસવું ઉત્તમ મનાય છે.
2. બહેનોએ ભાઈના કાંડા પર રાખડી હંમેશા યોગ્ય રીતે બાંધવી જોઈએ.
3. સૌથી પહેલા ભાઈના કપાળ પર અક્ષત તિલક લગાવો.
4. પછી ભાઈના જમણા હાથ પર રાખડી બાંધો.
5. આ પછી ભાઈને મીઠાઈ ખવડાવો.
6. આ પછી ભાઈની આરતી કરીને તેના સુખી જીવનની કામના કરો.
7. રાખડી બાંધ્યા પછી ચરણ સ્પર્શ કરવા જોઈએ.
રક્ષાબંધન 2024 શુભ મુહુર્ત ક્યાં છે?
પંચાંગ અનુસાર, આ વર્ષે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 19 ઓગસ્ટના રોજ બપોરે 01:30 થી રાત્રે 09:07 વાગ્યા સુધીનો છે. આ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધી શકાય છે.
રક્ષાબંધન 2024 ક્યારે છે?
આ વખતે રક્ષાબંધન તહેવાર 19 ઓગષ્ટના રોજ ઉજવવામાં આવશે.
રક્ષાબંધન 2024 ભદ્રા સમય સમાપ્તિ ક્યારે થાય છે?
રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય: બપોરે 01:30 કલાકે.
ખાસ નોંધ: આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે. અમારો ઉદેશ કોઈ પણ સમાજ કે વ્યક્તિની ધાર્મિક લાગણીને ઠેશ પહોચડવાનો નથી. આપને માત્ર ને માત્ર માહિતી મળી રહે તે હેતુથી આ લેખ પબ્લીશ કરવામાં આવ્યો છે. જેની કોઈ પણ બાહેંધરી GujaratAsmita લેતું નથી.