Kejriwal Pushpa Poster: કેજરીવાલ ઝુકેગા નહિ… AAP નું આ પોસ્ટર થઇ રહ્યું છે વાયરલ

Kejriwal Pushpa Poster

Kejriwal Pushpa Poster: AAP દ્વારા એક પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે, જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં કેજરીવાલ પુષ્પની સ્ટાઇલમાં ઉભા જોવા મળે છે, તેમજ હાથમાં ઝાડુ પકડેલું દેખાડવામાં આવ્યું છે. કેજરીવાલ ઝુકેગા નહિ… AAP નું આ પોસ્ટર થઇ રહ્યું છે વાયરલ

Kejriwal Pushpa Poster: દિલ્હીમાં વિધાનસભાની ચુંટણીમાં પોસ્ટર વોર શરુ થઇ ગઈ છે. BJP અને AAP પાર્ટીના પોસ્ટર વાયરલ થઇ રહ્યા છે. જેમાં બંને પાર્ટી પોસ્ટર થ્રુ એક બીજાની વાત કહી રહ્યા છે. BJP પોસ્ટર દ્વારા દિલ્લી સરકારના કૌભાંડના પોસ્ટર રીલીઝ કરી રહિ છે તો AAP પાર્ટી દ્વારા પણ હવે પોસ્ટર રીલીઝ કરવામાં આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં અરવિંદ કેજરીવાલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં ઉભા જોવા મળે છે. પોસ્ટરમાં કેજરીવાલ હાથમાં ઝાડુ પકડેલા દેખાડવામાં આવ્યા છે. કેજરીવાલ ઝુકશે નહીં એવું પણ લખવામાં આવ્યું છે, કેજરીવાલની ચાર ટર્મ કમિંગ સૂન પણ લખ્યું છે.

Kejriwal Pushpa Poster

એવીજ રીતે આ પહેલા ભાજપે પણ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતું પોસ્ટર પણ બહાર પાડ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી સરકારના કથિત કૌભાંડો જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફોટો સામેલ હતો. આ પોસ્ટર ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું છે.

તો બીજું બાજુ હવે AAP પાર્ટી દ્વારા પોસ્ટર દ્વારા અમિત શાહ પર પણ જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે અને અનેક સવાલો પૂછતા પોસ્ટર રીલીઝ કરવા આવ્યા છે. તો તેમાં બીજેપી પણ પાછળ રેહવા માંગતી નથી અને નવા પોસ્ટર રીલીઝ કરતી રહે છે.

અહી તમને એ જણાવી દઈએ કે આ પોસ્ટર વોર એ માટે છે કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની 70 સીટો પર ચૂંટણી યોજવા જઈ રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તેમની તૈયારીઓને લઈને પૂરા જોશ સાથે કામ કરી રહી છે. અને એક બીજા પર પોસ્ટર વોર દ્વારા પલટવાર કરી રહ્યા છે.

આ પણ ખાસ વાંચો:

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. 2020માં યોજાયેલી ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી મેળવી અને 70 માંથી 62 બેઠકો જીતી. ભાજપે 8 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ ખાલી હાથે રહી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment