Tobacco GST Rate : કોલ્ડ ડ્રિંક્સ, સિગારેટ અને તમાકુ થશે મોંઘા, 35% સુધી નવો GST દર લાગુ કરવાની તૈયારી, GST કાઉન્સિલની 21 ડિસેમ્બરે બેઠક.
Tobacco GST Rate: પાન ફાંકી ખાનારાઓએ ખિસ્સુ વધારે ઢીલું કરવું પડેશે, મોટો ભાવ વધારો લાગુ થશે, સિગારેટ અને તમાકુનું સેવન કરનારાઓ માટે પાન મસાલા એક ખરાબ સમાચાર છે. આ પદાર્થોનું સેવન કરવા માટે તેઓએ તેમના ખિસ્સા પહેલા કરતાં વધુ ઢીલા કરવા પડશે. એટલે કે તેમનો વપરાશ પહેલા કરતા વધુ મોંઘો થઈ શકે છે.
Tobacco GST Rate
GSTના દરોને તર્કસંગત બનાવવા માટે મંત્રી મંડળ કોલ્ડ ડ્રિંક, સિગારેટ અને તમાકુ જેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનો પર જીએસટી રેટ 28 ટકાથી વધારી 35 ટકા કરવા વિચારી રહી છે. જીએસટી કાઉન્સિલની 21 ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં આ મુદ્દે નિર્ણય જાહેર થઈ શકે છે.
GST દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા GOM એ ઠંડા પીણા, સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કરનો દર વર્તમાન 28 ટકાથી વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી GOMએ પણ કપડા પરના ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો છે.
આ પણ ખાસ વાંચો:
- Nisus Finance Services IPO: 4 ડિસેમ્બરથી ખુલી રહ્યો છે નીસસ ફાયનાન્સ આઈપીઓ
- Sabarmati Report : પીએમ મોદીએ સંસદમાં જોઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ
આ જૂથની રચના GST દરોને તર્કસંગત બનાવવા સંબંધિત સૂચનો આપવા માટે કરવામાં આવી હતી. GOMની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર GST કાઉન્સિલ અંતિમ નિર્ણય લેશે. GOM GST કાઉન્સિલ સમક્ષ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકશે.
#CNBCTV18Exclusive | Group Of Ministers propose to change #GST rates of over 148 items, in favour of reducing rates on daily use & common use items: Sources tell @TimsyJaipuria
— CNBC-TV18 (@CNBCTV18Live) December 3, 2024
GST Council in an upcoming meet at Jaisalmer to consider the proposed report which includes recos on… pic.twitter.com/XX3F3Knq9r
અધિકારીએ જણાવ્યું હતું કે, જીએસટીનો 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સ્લેબ જળવાઈ રહેશે. તે સિવાય 35 ટકાનો જીએસટી સ્લેબ ઉમેરાઈ શકે છે. જેમાં તમાકુ સંબંધિત નશીલા પદાર્થો અને ઠંડાપીણા પર આ નવો જીએસટી લાગુ થઈ શકે છે.
કપડાં પર ટેક્સમાં ફેરફાર શક્ય છે
રૂ. 1500 સુધીની કિંમતના રેડીમેડ કપડાં પર 5 ટકા જીએસટી લાગુ કરવાની રજૂઆત કરાઈ છે. જ્યારે રૂ. 1500થી 10000ની કિંમતના કપડાં પર 18 ટકા અને 10 હજારથી વધુ કિંમતના કપડાં પર 28 ટકા જીએસટી લાગુ કરાશે.